બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / સુરત / Biggest breakthrough in Solanki family mass suicide case in Surat

ચકચાર / સુરતમાં સોલંકી પરિવાર સામુહિક આત્મહત્યા કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, મળી આવી બીજી ચિઠ્ઠી, લખ્યું છે કેમ ભર્યું અંતિમ પગલું

Kishor

Last Updated: 10:26 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ડવેરના ધંધામાં ભાગીદારના દબાણને કારણે સુરતમાં મનિષ સોલંકીના સહપરિવાર આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

  • મનિષ સોલંકીના સહપરિવાર આપઘાત કેસમાં ખુલાસો
  • પાર્ટનરના દબાણને કારણે આપઘાત કર્યાનો ખુલાસો
  • આરોપી ઇન્દ્રપાલ શર્માની પોલીસે કરી ધરપકડ

સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સહપરિવારનું જીવતર ઝેર થયાનો દાવો
તપાસમાં સામે આવ્યું કે મનિષ સોલંકીએ ઇન્દ્રપાલ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો. હાર્ડવેરના અનેક બિલ એક સાથે આપ્યા હતા અને મોટી રકમની લોન પણ મનિષ સોલંકી પાસે લેવડાવી હોવાનું પણ બહાર આવ્યું છે. બાદમાં દિવાળી સમયે પેમેન્ટ આપવા ઇન્દ્રપાલ શર્મા દબાણ કરતો હતો અને આ અંગે ચિઠ્ઠીમાં ઉલ્લેખ પણ કરાયો છે. ત્યારબાદ ઇન્દ્રપાલના દબાણને લઈને મનિષ સોલંકીએ સહપરિવારનું જીવતર ઝેર થયું હતું. જેથી તમામેં અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આથી અડાજણ પોલીસે ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.

શું છે સમગ્ર મામલો ? 
સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાદમાં સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના પણ કરી હતી.

 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો ? 
સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું હતું. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે. આ તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતક મનીષભાઈ સોલંકી સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ