બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg Boss show turned out to be a turning point for Shehnaz Gill's career

બોલીવૂડ / સલમાન સાથેની ફિલ્મ ફળી, 'પંજાબની કૈટરીના' શેહનાઝ ગિલના ખિસ્સાં છલકાયા, ખરીદી લીધું પોતાનું ઘર

Dinesh

Last Updated: 09:50 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેહનાઝ ગિલની પ્રથમ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થઈ છે, સલમાનની ફિલ્મથી શેહનાઝે મોટા પરદા પર ડેબ્યું કરી લીધો છે.

 

  • શેહનાઝ ગિલના કેરિયર માટે બિગ બોસ શો ટર્નિગ પોઈન્ટ સાબિત થયો
  • શેહનાઝ ગિલની પ્રથમ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થઈ
  • વધુ એક ખુશખબર સામે આવી છે કે, તે એક ઘર ખરીદી રહી છે. 


પંજાબની કૈટરીના તરીકે જાણિતી અભિનેત્રી શેહનાઝ ગિલના કેરિયર માટે સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ બોસ ટર્નિગ પોઈન્ટ સાબિત થયો છે. બિગ બોસમા આવ્યા બાદ શેહનાઝ ગિલને દરેક લોકો ઓળખવા લાગ્યા છે. તે બિગ બોસમાંથી બહાર નીકળ્યા બાદ પણ તેની લોકપ્રિયતા વધતી જ ગઈ છે.  હમણાં જ શેહનાઝ ગિલની પ્રથમ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થઈ છે. સલમાનની ફિલ્મથી શેહનાઝે મોટા પરદા પર ડેબ્યું કરી લીધો છે. અને અત્યારે તે તેના સારા કરિયર તરફ આગળ વધી રહી છે તેમજ શેહનાઝ ગિલની વધુ એક ખુશખબર સામે આવી છે કે, તે એક ઘર ખરીદી રહી છે. 

શેહનાઝ ગીલે આપી જાણકારી
શેહનાઝ ગિલે ઈન્સ્ટાગ્રામ દ્વારા ઘર ખરીદવાની જાણકારી આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાહકોના અભિનંદન સંદેશાને શેર કર્યા છે તેમજ મેસેજમાં લખ્યું છે કે, તમને નવા ઘર માટે અભિનંદન, તમારી આ ઉપલબ્ધી પર ગર્વ છે. અમને લાગી રહ્યું છે કે, અમે ઘર ખરીદ્યું છે, આ રીતે અમે તમારી સાથે ઈમોશ્નલી રીતે જોડાયેલા છીએ.

હજુ સુધી ઘર વિશે વધુ માહિતી જાણવા મળી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે તેણે મુંબઈમાં જ ઘર ખરીદ્યું હોવું જોઈએ કારણ કે તે મોટાભાગે કામના કારણે મુંબઈમાં રહે છે. ઘર કેટલામાં લીધું છે અને ક્યાં લીધું છે તેની જાણકારી મળી નથી.

 

સિદ્ધાર્થ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહી
શેહનાઝ ગિલ બિગ બોસ દરમિયાન સિદ્ધાર્થ શુક્લા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહી હતી. બાદમાં સિદ્ધાર્થના મૃત્યુ બાદ શેહનાઝને મોટો ઝટકો પણ લાગ્યો હતો. જો કે, તાજેતરમાં જ સલમાન ખાને કહ્યું હતું કે શેહનાઝ ગિલને સિદ્ધાર્થ શુક્લાની યાદોથી આગળ વધવું જોઈએ. તેણે કહ્યું કે સિદ્ધાર્થ પણ એવું જ ઈચ્છતો હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ