મણીપુર હિંસા મામલે 60 લોકોનાં મોત અને 231 જેટલા લોકો ઘાયલ થયાનું હોવાનું તથા 1700 ઘરમા આગ ચાંપી દેવામાં આવી હોવાનું મુખ્યમંત્રી એન બિરેનસિંહે જણાવ્યું હતું.
હિંસાથી ભડકે બળી રહ્યું છે મણિપુર
મણીપુર હિંસા મામલે 60 લોકોનાં મોત
મુખ્યમંત્રી એન બિરેનસિંહે આપી માહિતી
મણિપુર હાલ હિંસાથી ભડકે બળી રહ્યું છે.આવી સ્થિતિ વચ્ચે મણિપુર હિંસા મામલે મોટા આપડેટ સામે આવ્યા છે. જેમાં હિંસાના ખપ્પરમાં 60 લોકો હોમાયા હોવાનું અને 231 જેટલા લોકો ઘાયલ થયાનું હોવાનું સામે આવ્યું છે. વધુમાં 1700 ઘરમા આગ ચાંપી દેવામાં આવી હોવાનું મુખ્યમંત્રી એન બિરેનસિંહે જણાવ્યું હતું. વધુમાં એન બિરેનસિંહે જણાવ્યું હતું કે, "3 મેની આ દુઃખદ ઘટના બાદ લોકોને રાજ્યમાં શાંતિ અને સુલેહ લાવવા અપીલ પણ કરી હતી. વધુમાં ફસાયેલા લોકોનું તેમના સંબંધિત સ્થળોએ પરિવહન શરૂ થઈ ગયું હહોવાનુ તેમણે ઉમેર્યું હતું.
अब तक 20,000 फंसे हुए लोगों को निकाला जा चुका है। करीब 10,000 लोग अब भी फंसे हुए हैं। केंद्रीय गृह मंत्री अमित शाह घटना के दिन से लेकर आज तक स्थिति पर नजर रखे हुए हैं। उन्होंने केंद्रीय बलों की कई कंपनियां भी भेजी हैं: मणिपुर के मुख्यमंत्री एन बीरेन सिंह, इंफाल pic.twitter.com/D1Cz4us61O
અખિલ ભારતીય આદિવાસી વિદ્યાર્થી સંઘે 3 મેના રોજ ઇમ્ફાલ અને ચુરાચંદપુર વિસ્તારોમાં આદિવાસી એકતા કૂચ બોલાવી હતી. દરમિયાન આદિવાસી અને બિન-આદિવાસી સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આદિવાસી સમુદાય બિન-આદિવાસી મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) માં સમાવવાની માંગ સામે વિરોધ કરી રહ્યો હતો. મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાયની માંગ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્રને આ અંગે 4 મહિનામાં સૂચનો મોકલવા કહ્યું છે. આ આદેશ પછી આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ. 3 મેના રોજ 10 પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યા બાદ ઉત્તરપૂર્વીય રાજ્યમાં હિંસક અથડામણો ફાટી નીકળી હતી,
#WATCH लोगों को जरूरी सामान खरीदने के लिए कर्फ्यू में ढील दी गई है। मृतकों के परिवार के लिए 5 लाख रुपये, गंभीर चोट से घायल लोगों के लिए 2 लाख और गैर-गंभीर चोट के लिए 25 हजार रुपये तथा जिनके घर जले हैं उन्हें 2 लाख तक का मुआवजा दिया जाएगा: मणिपुर CM एन बीरेन सिंह, इंफाल pic.twitter.com/h7VhWIwKe4
10,000 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું
મણિપુરના સીએમએ કહ્યું કે અત્યાર સુધીમાં 20,000 ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે લગભગ 10,000 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઘટનાના દિવસથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કેન્દ્રીય દળોની ઘણી ટુકડીઓ મોકલી હોવાનું પણ બીરેન સિંહે જણાવ્યું હતું.વધુમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા દેવા માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. મૃતકોના પરિવાર માટે રૂ. 5 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને બિન-ગંભીર ઇજાઓ માટે રૂ. 25,000 અને જેમના ઘર બળી ગયા છે તેમને રૂ. 2 લાખ સુધીની સહાયઃ મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હિંસાનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે બેંચને માહિતી આપી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના અને આસામ રાઈફલ્સના જવાનો ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 52 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.