બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Big revelation in ATS investigation in Vadodara drugs case

તપાસ / 700 કરોડનું MD ડ્રગ્સ દુબઈ અને ઉત્તર અમેરિકા મોકલી દીધું: વડોદરા સિંધરોટ ડ્રગ્સ મામલે મોટા ઘટસ્ફોટ, આતંકી કનેક્શનની આશંકા

Dinesh

Last Updated: 07:50 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ડ્રગ્સ કેસમાં ATSની તપાસમાં મોટો ખુલાસો; આરોપીઓએ MD ડ્રગ્સનું ઉત્પાદન નિકાસ માટે જ કર્યું હતુ અને 700 કરોડનું 140 કિલો MD ડ્રગ્સનું ઉત્પાદન કર્યું અને દુબઈ અને ઉત્તર અમેરિકા મોકલવામાં આવ્યું

  • વડોદરાના ડ્રગ્સ કેસમાં ATSની તપાસમાં મોટો ખુલાસો
  • આરોપીઓએ MD ડ્રગ્સનું ઉત્પાદન નિકાસ માટે જ કર્યું
  • 700 કરોડનું 140 કિલો MD ડ્રગ્સનું ઉત્પાદન કર્યું
  • દુબઈ અને ઉત્તર અમેરિકા મોકલવામાં આવ્યું


વડોદરાના સિંધરોટ ગામ અને આરોપીના ઘરેથી 700 કરોડનું એમડી ડ્રગ્સ પકડાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ATSની તપાસમાં ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. ATS મારફતે પાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ એમડી ડ્રગ્સનું ઉત્પાદન નિકાસ માટે જ કર્યું હતું

વડોદરાના ડ્રગ્સ કેસમાં ATSની તપાસમાં મોટો ખુલાસો
વડોદરાના ડ્રગ્સ કેસમાં ATSની તપાસમાં મોટો ખુલાસો થયો છે. 700 કરોડનું 140 કિલો એમડી ડ્રગ્સ દુબઈ અને ઉત્તર અમેરિકા મોકલવામાં આવ્યું હતું અને ડ્રગ્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મારફતે કન્ટેનરમાં મોકલવામાં આવતું હતું. ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી સલીમ ડોસા હાલમાં દુબઈમાં રહે છે. ડ્રગ્સ કેસમાં આતંકી કનેક્શન હોવાનું પણ ATSને આશંકા છે.

અગાઉ ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી.
વડોદરાના સિંઘરોટમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારબાદ બીજા દિવસે ગુજરાત ATSએ સિંધરોટ ગામના ખેતરમાંથી ડ્રગ્સની ફેકટરીની બાજુમાંથી જ ડ્રગ્સની બીજી ફેકટરી પકડી પાડી હતી. જેમાં ડ્રગ્સ અને અંદાજિત 32થી વધુ બેરલ કેમિકલ ATSની ટીમે જપ્ત કર્યા હતા. સિંધરોટની સીમમાં હાથ ધરેલા ઓપરેશનમાં ATS, જિલ્લા SOG અને તાલુકા પોલીસની ટીમ જોડાઈ હતી. સાથે FSLની ટીમ પણ સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. આ સાથે ATSએ અગાઉ ફરાર થયેલા 2 આરોપીઓની પણ અટકાયત કરી લીધી હતી.

આરોપી અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારીમાં હતો
તમને જણાવી દઈએ કે, અગાઉ સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરી 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો જેટલું લિક્વિડ મટિરિયલ કબજે કર્યું હતું. જે કેમિકલની કિંમત પણ કરોડોમાં થાય  છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબજે કરી હતી. એટલે કે આરોપી અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનુ પોલીસ માની રહી હતી, સાથે જ ડ્રગ્સ કેસમાં વડોદરા, મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનુ નેટવર્ક ખૂલ્યુ હતું. સાથે જ દુબઈથી કેટલા રૂપિયા હવાલા મારફતે આવ્યાની પણ માહિતી મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ