બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big News,32 Chief Officers, Gujarat Municipalities, changed,

મોટા સમાચાર / ગુજરાતની નગરપાલિકાઓના 32 ચીફ ઓફિસરોની એક ઝાટકે બદલી, જાણો કયા કયા

Kishor

Last Updated: 07:35 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની નગરપાલિકાઓના વધુ 32 ચીફ ઓફિસરની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

  • ગુજરાતની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી
  • 32 ચીફ ઓફિસરોની કરાઇ બદલી
  • જાહેર હિતમાં ચીફ ઓફિસરોની બદલી

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર વચ્ચે આજે રાજ્યના 32 જેટલા ચીફ ઓફિસરની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા સહિત અનેક નગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ છે. તો અનેક નગરપાલિકાઓને નવા ચીફ ઓફિસર મળ્યા છે. અમુક શહેરમાં ખાલી પડેલી જગ્યા ભરાતા આગામી સમયમાં આવી પાલિકાનો વિકાસ પણ સોળે કળાએ ખીલે તેવી લોકો આશા રાખી રહ્યા છે. 

રાજ્યની નગરપાલિકાઓના 32 ચીફ ઓફિસરોની બદલી
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા બદલી અંગેની યાદીમાં સત્તાવાર જાહેર કરાયેલી વિગત અનુસાર નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ફરજ બજાવતા નરેશ પટેલને મહેસાણાના કડીમાં મુકાયા છે. વધુમાં નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા તિલક શાસ્ત્રીને રાજકોટ ખાતે ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત બરવાળા, હાલોલ, માંગરોળ, જામજોધપૂર, સુત્રાપાડા, ચોટીલા, જશદણ, વિસનગર સહિતના અનેક નગરપાલિકાઓના ચીફ ઓફિસર બદલાયા છે. 

જાહેર હિતમાં રાજ્યના 32 ચીફ ઓફિસરોની કરાઈ બદલીઓ
બીજી તરફ ખંભાળિયા સહિત અનેક નગરપાલિકામાં એવી પણ હતી જેમાં લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હતી તો, અમુક પાલિકાઓમાં ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગાબડાવવામાં આવતું હતું. ત્યારે જાહેર હિતમાં રાજ્યના 32 ચીફ ઓફિસરોની બદલીઓ અંગે નિર્ણય કરવામાં આવતા પાલીકાઓને નાવા ચીફ ઓફિસર મળ્યા છે. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યના 50 જેટલાં ચીફ ઓફિસરની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ