બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / big changes may happen in karnataka after bjp meeting held in presence of amit shah

રાજનીતિ / કર્ણાટક ભાજપમાં નવા-જૂનીના એંધાણ, અમિત શાહની ઉપસ્થિતિમાં જે.પી નડ્ડાના ઘરે યોજાઇ હાઇ લેવલ બેઠક

Dhruv

Last Updated: 07:46 AM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક ભાજપમાં મોટા ફેરફાર થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે કારણ કે સોમવારે મોડી રાત્રે અમિત શાહની અધ્યક્ષતામાં જે.પી નડ્ડાના ઘરે મહત્વની બેઠક યોજાઇ હતી.

  • કર્ણાટક ભાજપમાં મોટા ફેરફાર થવાના એંધાણ
  • નડ્ડાના ઘરે અમિત શાહ-રાજનાથ સિંહ સહિતના નેતાઓએ કરી બેઠક
  • બેઠક બાદ અમિત શાહ સોમવારે રાત્રે પહોંચ્યા હતાં બેંગલુરુ

સોમવારે રાત્રે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના ઘરે પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ અને બીએલ સંતોષ પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં કર્ણાટકની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હોવાના અહેવાલ સામે આવ્યાં છે. કર્ણાટક ભાજપમાં મોટા ફેરફાર પર વિચાર કરી રહી છે. તમને જણાવી દઇએ કે, ભાજપના સંગઠન મહાસચિવ બીએલ સંતોષે મૈસૂરમાં નિવેદન આપ્યું હતું કે, 'બીજેપી કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં કર્ણાટક પર બોલ્ડ નિર્ણય લેશે.'

BL સંતોષે કર્ણાટકમાં આપ્યો કડક સંદેશ

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ તાજેતરમાં કર્ણાટકની મુલાકાતે હતા. દરમ્યાન કર્ણાટકની સ્થિતિ અને તે દરમિયાન નેતાઓ વચ્ચેના નિવેદન વચ્ચે બીએલ સંતોષે પાર્ટીના નેતાઓને કોઈનું પણ નામ લીધા વિના કડક સંદેશ આપ્યો હતો. તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભાજપ દરેકને અથવા કોઈ પણને બદલવા માટે સક્ષમ છે.

ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા બેંગલુરુ, સીએમએ કર્યું સ્વાગત

સાથે આ બેઠક બાદ ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાત્રે બેંગલુરુ પહોંચ્યા હતાં. HAL એરપોર્ટ પર સીએમ બસવરાજ બોમ્મઇએ તેઓનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી મંગળવારે બેંગલુરુમાં ચાર કાર્યક્રમોમાં ભાગ લેશે.

- બસવ જયંતિ પર બસવેશ્વર સર્કલ ખાતે શ્રી બસવન્નાને શ્રદ્ધાંજલિ આપશે.
- નૃપથુંગા યુનિવર્સિટીનો શિલાન્યાસ, બેલ્લારીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું ઈ-ઉદ્ઘાટન અને ઈ-બીટ એપ લોન્ચ કરશે.
- બેંગલુરુના સથાનુર ગામમાં NATGRID કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.
- શ્રી કંથીરવ આઉટડોર સ્ટેડિયમ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ-2021 ના ​​સમાપન સમારોહને સંબોધિત કરશે.

150 બેઠકો જીતવાનો ટાર્ગેટ

2023ની વિધાનસભા ચૂંટણી માટે કર્ણાટક ભાજપે 225 વિધાનસભા બેઠકોમાંથી 150 બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. અમિત શાહ છેલ્લી વખત 1 એપ્રિલે રાજ્ય ભાજપ કોર કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે કર્ણાટક આવ્યા છે. તે દરમિયાન ચૂંટણી પહેલાં અન્ય રાજકીય પક્ષોના નેતાઓને પક્ષમાં સામેલ કરવા અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ