બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / Bhojpuri Star Pawan Singh Lok Sabha Election West Bengal Asansol Seat

પશ્વિમ બંગાળ / ભોજપુરી સ્ટાર પવનસિંહની ઘોષણા: ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા પર માર્યો યુ-ટર્ન, કહ્યું વાયદો પૂર્ણ કરીશ

Ajit Jadeja

Last Updated: 03:32 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પવનસિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ "હું મારા સમાજ, જનતા જનાર્દન અને માતાને કરેલો વાયદો પૂરો કરવા માટે ચૂંટણી લડીશ.

Bhojpuri star: ભોજપુરી સ્ટાર પવનસિંહએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું, 'હું મારા સમાજ, જનતા અને માતાને આપેલા વચનને પૂર્ણ કરવા માટે ચૂંટણી લડીશ. આપ સૌના આશીર્વાદ અને સહકારની અપેક્ષા છે.

 

વાયદો પૂરો કરવા ચૂંટણી લડવાની જાહેરાત

પશ્વિમ બંગાળના આસનસોલથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચુકેલા ભોજપુરી સ્ટાર પવનસિંહએ યુટર્ન લેતા ફરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પવનસિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X   પર લખ્યુ "હું મારા સમાજ, જનતા જનાર્દન અને માતાને કરેલો વાયદો પૂરો કરવા માટે ચૂંટણી લડીશ. તમારા સૌના આર્શીવાદ અને સહયોગની અપેક્ષા છે. જય માતાજી."

પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો

લોકસભા ચૂંટણીને લઇને દેશમાં રાજકીય ગરમાવો પ્રસર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પશ્ચિમ બંગાળની 20 બેઠકોનો સમાવેશ  થતો હતો.  આ 20 સીટોમાં આસનસોલ સંસદીય સીટ પણ સામેલ હતી. જ્યાંથી ભોજપુરી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝના અભિનેતા પવનસિંહને મેદાનમાં  ઉતાર્યા હતા. પરંતુ ટિકિટ મળ્યાના 24 કલાકમાં અભિનેતાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા સૌ કોઇ ચકિત થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા આસનસોલ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. 

 

જેપી નડ્ડા સાથે મુલાકાત કરી

આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા પછી પવનસિંહએ બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ જે પણ નિર્ણય કરીશ તે સમય આવ્યે દરેકને જણાવીશ. ત્યારે તેમને પુછવામાં આવ્યુ કે તમે કોઇ બીજી બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરશો તો પવનસિંહએ કહ્યુ હતુ કે જે પણ થશે સારુ જ થશે.

કોણ છે પવનસિંહ

પવનસિંહ પ્લેબેક સિંગર છે. તેઓ તેમના ભોજપુરી ગીત, લોલીપોપ લગેલુ માટે જાણીતા છે. ભોજપુરી ફિલ્મોમાં બે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. પવનસિંહનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ બિહારના અરાહમાં થયો હતો. તેઓ રાજપૂત પરિવારમાંથી આવી રહ્યા છે. પવનસિંહને ચાહનારો મોટો વર્ગ છે. ફિલ્મોમાં એક્ટિંગ અને સિંગિંગની સાથે તેમની સંપત્તિ પણ કરોડોમાં છે. 

વધુ વાંચોઃએલર્ટ / Google Chrome યુઝર્સને સરકારી એલર્ટ, તાત્કાલિક કરી લેજો આ કામ, સિક્યોરીટીમાં ખામી આવી

આસનસોલ બેઠકનું રાજકિય  ગણિત

ભાજપ 2014થી આસનસોલ બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યું છે. પરંતુ 2021માં તત્કાલિન ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો પાર્ટી છોડીને ટીએમસીમાં જોડાયા હતા. આ કારણોસર અહીં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો પરાજય થયો હતો. 2022માં અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ