બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ટેક અને ઓટો / best 5g smartphone for 2023 how to choose know in 6 points

ટેકનોલોજી / 5G ફોન ખરીદવો હોય તો આ 6 વસ્તુઓને નકારતા નહીં, નહીંતર ઉલટાનો માથે પડશે, જુઓ સ્માર્ટફોનમાં શું-શું હોવું જોઈએ

Manisha Jogi

Last Updated: 04:13 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5G ના નામે કોઈપણ ફોન ખરીદવો તે મૂર્ખામી છે. ફોન હીટ ડિસીપેશન અને વેપર કૂલિંગ ચેમ્બર જેવા ફિચર્સથી સજ્જ હોવો જોઈએ.

  • 5G ના નામે કોઈપણ ફોન ના ખરીદશો. 
  • ફોન હીટ ડિસીપેશન અને વેપર કૂલિંગ જેવા ફીચર્સ હોવા જોઈએ.
  • વેપર કૂલિંગથી ફોનનું પરફોર્મન્સ જળવાઈ રહે છે.


જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ ભારતમાં 5G  સર્વિસ માટે જાહેરાત કરી છે. જાણકારી અનુસાર એરટેલ પાસે 900 MHz (n8), 1800 MHz (n3), 2100 MHz (n1), 3300 MHz (n78) અને 26 GHz (n258) બેન્ડ છે.

5G ના નામે કોઈપણ ફોન લેવો તે મૂર્ખામી

ફોન હીટ ડિસીપેશન અને વેપર કૂલિંગ ચેમ્બર જેવા ફિચર્સથી સજ્જ હોવો જોઈએ. ઓછામાં ઓછા 8GB રેમ ધરાવતો 5G સ્માર્ટફોન પસંદ કરો.

બેસ્ટ 5G સ્માર્ટફોન:  ભારતમાં 5G લોન્ચ થયા બાદ અનેક યૂઝર્સ નવો સ્માર્ટફોન ખરીદતા સમયે ચેક કરે છે કે, ફોન 5G છે કે નહીં.  5G ના નામે કોઈપણ ફોન ખરીદવો તે મૂર્ખામી છે કારણ કે, ફોનના ફ્ક્ત 5G હોવાથી કામ નહીં ચાલે. ઘણા અન્ય પરિબળો પણ છે, જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. અહીં અમે કેટલાક એવા પરિબળો વિશે જાણકારી આપી છે, જે કોઈપણ 5G સ્માર્ટફોનને બેસ્ટ બનાવે છે.

5G સ્માર્ટફોનમાં શું-શું હોવું જોઈએ?

હીટ ડિસીપેશન સિસ્ટમ: સ્માર્ટફોનમાં હીટ ડિસીપેશન અને વેપર કૂલિંગ ચેમ્બર ફીચર્સ હોવા જોઈએ. આ કારણે ઈન્ટરનેટના ઉપયોગ સમયે અથવા ઓનલાઈન ગેમિંગ દરમિયાન હીટ ડિસીપેશન અને વેપર કૂલિંગ ચેમ્બર જેવા ફિચર્સ તાપમાનને મેઈન્ટેન રાખે છે. જેના કારણે ફોનનું પરફોર્મન્સ જળવાઈ રહે છે.

ફોનની રેમ: જો તમે ઇચ્છો છો કે, તમારો 5G ફોન લાંબા સમય સુધી સારી રીતે કામ કરે તો ઓછામાં ઓછા 8GB રેમ ધરાવતો 5G સ્માર્ટફોન પસંદ કરો. ઝડપી નેટવર્ક સ્પીડ પર પ્રક્રિયા કરવા માટે વધુ મેમરીનો ઉપયોગ થતો હોવાને કારણે 5G ફોનમાં 4GB અને 6GB સાથે હોય તો અનેક વાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

5G બેન્ડ સપોર્ટ:   ભારતમાં 5G  સર્વિસ માટે જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ જાહેરાત કરી છે. જાણકારી અનુસાર એરટેલ પાસે 900 MHz (n8), 1800 MHz (n3), 2100 MHz (n1), 3300 MHz (n78) અને 26 GHz (n258) બેન્ડ છે. જો કે  હાલમાં કંપની N8 અને N3 બેન્ડનો ઉપયોગ કરી રહી છે. Jio પાસે 700 MHz (n28), 3300 MHz (n78) અને 26 GHz (n58) બેન્ડ છે અને હાલમાં કંપની N28 અને N78 બેન્ડનો ઉપયોગ કરી રહી છે. જ્યારે, Vodafone-Idea પાસે 3300 MHz (n78) અને 26 GHz (n258) બેન્ડ છે. આ સ્થિતિમાં  જ્યારે તમે 5G ફોન ખરીદો તો આ બેન્ડ્સ પર નજર રાખો. એ જ ફોન પસંદ કરો, જેમાં મહત્તમ 5G બેન્ડ સપોર્ટ હોય.

બેટરી:  જો તમે 5G ફોન ખરીદો તો ધ્યાન રાખવું જરૂરી છે કે, તેમાં  બેટરી વધારે વપરાય છે. એવામાં  5000 mAh અથવા તેનાથી વધુ બેટરી ધરાવતો ફોન પસંદ કરો. ઉપરાંત  ઝડપી ચાર્જિંગ તપાસો. જો 44W અથવા તેનાથી ઉપરનો ચાર્જિંગ સપોર્ટ હોય તો તે વધુ સારું રહેશે.

હાઈ રિઝોલ્યુશન સ્ક્રીન: સ્ક્રીનના ફીચર્સ જોતા સમયે ધ્યાનમાં રાખો કે ફોન હાઈ રિઝોલ્યુશન હોવું જોઈએ. તમે એમોલેડ અથવા ઓએલઈડી સ્ક્રીન પેનલ તરફ જાઓ. ઓછામાં ઓછા 90 Hz સ્ક્રીન રિફ્રેશ રેટવાળા ફોનને પસંદ કરો. જ્યારે 120 અથવા 144Hz વધુ સારું કહેવાય છે.

ડોલ્બી ઈન્ટીગ્રેશન: ડોલ્બી ખાસ કરીને સાઉન્ડ માટે જાણીતી છે. જો તમે મનોરંજન કે ગેમિંગ માટે5G ફોન ખરીદવાનું વિચારો છો તો ડોલ્બી ઈન્ટીગ્રેશન પર ધ્યાન આપવું જરૂરી છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ