બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 'Ben is talking nonsense'.! As soon as he said that, he slapped the woman in the office, the sports officer of Porbandar was insolent.

પાવર કોનો? / 'બેન કેવી ગાળો બોલે છે'.! કહેતા જ ઓફિસમાં સરેઆમ મહિલાને લાફો ઝીંકી દીધો, પોરબંદરના રમત ગમત અધિકારી બેફામ

Vishal Khamar

Last Updated: 10:03 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર જીલ્લા રમત-ગમત અધિકારીનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અધિકારીએ ઓફિસમાં મહિલાને લાફો માર્યો હતો. બોલાચાલી બાદ મહિલા અધિકારીએ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો પોલીસે મથકે પહોંચતા મહિલા અધિકારીએ કમલબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારીનો મારામારીનો વીડિયો વાયરલ
  • અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાએ ઓફિસમાં મહિલાને માર્યો લાફો
  • મહિલા અધિકારીએ 3 લોકો સામે નોંધાવી ફરિયાદ

અધિકારી બની ગયા બાદ રોફ કેવો હોય છે જરા પોરબંદરના આ મારામારી ભર્યા વીડિયોમાં જોઈ લો. આ વીડિયોમાં જે મહિલા ધમાલ મચાવી રહ્યાં છે તેમનું નામ છે પ્રવિણાબને પાંડાવદરા. જે પોરબંદર જિલ્લાના રમત-ગમત અધિકારી છે.. અને તેમણે પોતાની ઓફિસમાં RTIની માહિતી અધૂરી આપવા બાબતે મળવા માટે આવેલા ત્રણ લોકો સાથે ગરેવર્તન કર્યું.  સાથે-સાથે ગાળાગાળી કરી. મળવા આવનાર મનીષાબેન મંગેરા નામની મહિલાને લાફો પણ મારી દીધો.

વીડિયોમાં થયેલ સમગ્ર ઘટના
આ વીડિયોમાં મહિલા અધિકારી જેઓ કોઈ વ્યક્તિને અપશબ્દો બોલીને ઓફિસની બહાર નીકળવાનું કહી રહી છે. ત્યારે તે વ્યક્તિ ઓફીસની બહાર ગયા બાદ ઓફીસમાં ઉભેલ એક મહિલા એમ બોલેલ ક બહેન તો કેવી ગાળો બોલે છે તેમ કહેતાની સાથે જ મહિલા અધિકારી તે મહિલાને પણ લાફો મારી દીધો હતો. આ મહિલા અધિકારીને લોકો પર હાથ ઉપાડવાની સત્તા કોણે આપી તે ચર્ચાનો વિષય છે. 

મહિલાનો થપ્પડ મારી

3 લોકો સામે અધિકારીએ ફરિયાદ નોંધાવી
અહીં નવાઈની વાત એ છે કે, મહિલા અધિકારીએ RTI કરનારા લોકોને યોગ્ય જવાબ તો ન જ આપ્યો. પરંતુ તેમની સાથે ખરાબ વર્તન કર્યું.. એટલું જ નહીં પોલીસમાં પણ ફરજમાં રૂકાવટના નામે મનિષાબેન મંગેરા, બીપીનભાઈ ધવલ અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.. જોકે અહીં ફરજમાં રુકાવટની ફરિયાદ કરનાર અધિકારીની કરતૂત તમે ખુદ પણ જોઈ શકો છો. ત્યારે જોવાનું એ રહેશે કે, માર ખાનાર સામે કાર્યવાહી થાય છે કે, પછી માર મારનાર સામે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ