બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Before investing in stock market, know this SEBI has changed the rule, know what will be the impact

તમારા કામનું / શેર બજારમાં રોકાણ કરતા પહેલા આ ખાસ જાણી લેજો, SEBIએ કર્યો નિયમમાં ફેરફાર, જાણો શું થશે અસર

Megha

Last Updated: 03:01 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ શેરબજારના નિયમોમાં ફેરફાર કર્યો અને નેકેડ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

  • શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા. 
  • ભારતીય શેરબજાર નિયામક સેબીએ નિયમોમાં ફેરફાર કર્યો છે. 
  • દરેક કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે. 

જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે બજારની ચાલની સાથે નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ શેરબજારના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સેબીએ છૂટક રોકાણકારો તેમજ રોકાણકારોની દરેક શ્રેણીને શોર્ટ સેલિંગ કરવાની પરવાનગી આપી છે. પરંતુ તે નેકેડ શોર્ટ સેલિંગ કરી શકશે નહીં.

ભારતીય શેરબજાર નિયામક સેબીએ કડક પગલાં લીધા છે. સેબીએ શેરબજારમાં નેકેડ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સેબીના જણાવ્યા અનુસાર, માર્કેટમાં દરેક કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે, પરંતુ રોકાણકારો નેકેડ શોર્ટ સેલિંગ કરી શકશે નહીં.

વધુ વાંચો: 5 દિવસમાં 50 ટકા રિટર્ન, ગજબના છે આ 5 શેર, અંબાણીએ પણ લગાવ્યા છે પૈસા!

સેબીએ જણાવ્યું હતું કે ફ્યુચર ટ્રેડિંગ એટલે કે ભાવિ વિકલ્પોમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ તમામ શેરોમાં શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે. હિંડનબર્ગ વિવાદના લગભગ એક વર્ષ પછી, ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ Naked Short Selling પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે સેબીએ તમામ કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગમાં ભાગ લેવાની છૂટ આપી છે.

સેબીના નિયમો અનુસાર કોઈપણ રોકાણકાર કે જે ફ્યુચર-ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરી રહ્યો છે તેણે કોઈપણ શેરના શોર્ટ સેલિંગ પછી પ્રથમ દિવસે જ એક ડિક્લેરેશન કરવું પડશે. આમાં તેનો ટ્રાન્ઝેક્શન શોર્ટ સેલ છે કે નહીં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. ઓર્ડર આપતી વખતે આનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ સાથે સેબીએ કહ્યું છે કે કોઈપણ સંસ્થાકીય રોકાણકાર ડે ટ્રેડિંગ કરી શકશે નહીં. આવા રોકાણકારોએ ઓર્ડર ટ્રાન્ઝેક્શન પહેલા ડિક્લેરેશન કરવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ