બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / beauty parlor stroke syndrome know the symptoms and prevention

Lifestyle / સલૂનમાં હેર વૉશ કરાવતા હોય તો એલર્ટ! સાવધાની ન દેખાડી તો સ્ટ્રોક સિડ્રોમના બનશો શિકાર, ખાસ રાખજો આટલું ધ્યાન

Vikram Mehta

Last Updated: 10:41 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળ સુંદર અને ઘટાદાર બને તે માટે ઘણા લોકો અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ઘણા લોકો સલૂનમાં જઈને હેર વોશ કરાવે છે. સ્ટ્રોક સિંડ્રોમ શું છે અને તેના લક્ષણો શું હોય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • વાળ સુંદર બને તે માટે અલગ અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે
  • સલૂનમાં હેર વોશ કરાવો છો તો સાવધાન રહેજો
  • નહીંતર થઈ શકે છે ગંભીર બિમારી

વાળ સુંદર અને ઘટાદાર બને તે માટે ઘણા લોકો અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ઘણા લોકો સલૂનમાં જઈને હેર વોશ કરાવે છે. પાર્લરમાં હેર વોશ કરાવવાને કારણે બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમના શિકાર થઈ શકો છો. બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમ શું છે અને તેના લક્ષણો શું હોય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમ 
બ્યૂટી પાર્લરમાં હેર વોશ માટે ગરદન સિંક પર રાખવાને કારણે ખેંચાઈ શકે છે. જો ગરદનને યોગ્ય સપોર્ટ ના મળે તો ગરદનની નસ દબાઈ શકે છે. જેના કારણે બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમનો શિકાર થઈ શકો છો. નસ દબાવાને કારણે બ્રેઈન સુધી બ્લડ ના પહોંચે તો આ સિંડ્રોમ થઈ શકે છે. જેના કારણે બ્લડ ક્લોટ પણ થઈ શકે છે, જેના કારણે બ્લડ ફ્લો યોગ્ય પ્રકારે થતો નથી. આ પ્રકારની સમસ્યા થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. 

બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમના લક્ષણો

  • હેર વૉશ પછી માથામાં દુખાવો થવો
  • ચક્કર આવવા
  • જોવામાં તકલીફ થવી
  • શરીરનો કોઈ ભાગ સુન્ન પડી જવો
  • નબળાઈ વર્તાવી
  • બ્રેઈનમાં ઓક્સિજનની ઊણપ થવી
  • ઝાંખુ દેખાવું

હેર વૉશ પછી આ પ્રકારના લક્ષણો દેખાય તો તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. હાર્ટ પેશન્ટ, ડાયાબિટીસ હાઈપરટેન્શનના પેશન્ટને આ સમસ્યા થવાનું જોખમ રહે છે. હેલ્ધી વ્યક્તિ પણ આ બિમારીનો શિકાર થઈ શકે છે, તેથી તેના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે. 

બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમથી કેવી રીતે બચવું?

  • હેર વૉશ દરમિયાન ગરદન વધુ ના ખેંચાય તેનું ધ્યાન રાખવું.
  • ગરદન નીચે સારો સપોર્ટ રાખવો.
  • નસ દબાતી હોય તો પોઝિશન બદલવી લેવી અને યોગ્ય સપોર્ટ મુકવો.
  • હાર્ટ પેશન્ટ, હાઈપરટેન્શન, અન્ય બિમારીથી પીડિત લોકોએ વધુ સાવધાની રાખવી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

beauty parlor hair wash beauty parlor stroke syndrome beauty parlor stroke syndrome symptoms prevention of beauty parlor stroke syndrome stroke syndrome બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમ Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ