બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / Be careful if you are taking medicine for this disease! Don't drink water kept in a copper vessel by mistake

Health Tips / આ બીમારીની દવા ચાલતી હોય તો સાવધાન! ભૂલથી પણ ન પીતા તાંબાના વાસણમાં રાખેલું પાણી, જાણો કારણ

Megha

Last Updated: 09:07 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીરમાં વાત-પિત્ત અને કફનું સંતુલન જાળવી રાખે છે. પણ તાંબાના પાણીનું વધુ પડતું સેવન પણ અમુક લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

  • તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે
  • તાંબાનું વધુ પડતું પાણી લીવર અને કિડની માટે સારું નથી 
  • આ લોકોએ તાંબાના વાસણમાં રાખેલ પાણી ન પીવું જોઈએ

તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજથી નહીં સદીઓથી લોકો પાણીને તાંબાના વાસણમાં રાખીને પી રહ્યા છે. આયુર્વેદ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ પાણી પેટની તમામ સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ પાણી શરીરમાં વાત-પિત્ત અને કફનું સંતુલન જાળવી રાખે છે. પણ તાંબાના પાણીનું વધુ પડતું સેવન પણ અમુક લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ પહેલાથી જ એસિડિટી, અલ્સર વગેરેની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. 

તાંબાનું વધુ પડતું પાણી લીવર અને કિડની માટે સારું નથી 
તાજેતરના રિસર્ચ રિપોર્ટ્સમાં કેટલાક દાવાઓ કરવામાં આવ્યા છે કે થોડા વર્ષોમાં તાંબાની બોટલ લોકોમાં ખૂબ ફેમસ થઈ ગઈ છે. કોપર શરીર માટે ફાયદાકારક છે. આ સાથે, તે રક્ત પરિભ્રમણને સુધારવા માટે પણ સારું છે. તે તંદુરસ્ત હાડકા અને પેશીઓ બનાવવા માટે ખૂબ જ સારી છે. વધુ પડતા કોપરેલ પાણી પીવાથી લીવર-કિડનીને નુકસાન થાય છે. તાંબાનું પાણી વધુ પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. 

લાંબા સમય સુધી એક જ તાંબાના વાસણનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ ન કરો. વચ્ચે તેને સાફ કરો. એ પાછળનું કારણ જણાવી દઈએ કે તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જો કોઈ વ્યક્તિ વધુ તાંબામાં રાખેલ પાણી પીતી હોય તો તેનાથી ચક્કર આવવા, પેટમાં દુખાવો, કિડની ફેલ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

આ લોકોએ આ પાણી ન પીવું જોઈએ
જે લોકો એસીડીટીના દર્દી છે તેઓએ આ પાણી ક્યારેય ન પીવો નહિતર એસિડીટી થઈ શકે છે.
જેમને પેટમાં અલ્સરની સમસ્યા હોય તેમણે આ પાણી ન પીવું જોઈએ.
જો તમે વિલ્સન રોગથી પીડિત હોવ તો પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી બિલકુલ ન પીવો નહીંતર સમસ્યા ગંભીર સ્વરૂપ લઈ શકે છે.
જો તમે કિડની કે હાર્ટ પેશન્ટ છો તો આ પાણી પીતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
સામાન્ય લોકોએ પણ આખો દિવસ તેનું પાણી ન પીવું જોઈએ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ