બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / આરોગ્ય / Be careful if there is even a slight change in the nails, it may be a sign of serious diseases

હેલ્થ ટિપ્સ / નખમાં થોડા પણ ફેરફાર થાય તો ચેતી જજો, હોઈ શકે છે આ ગંભીર બીમારીઓના સંકેત

Megha

Last Updated: 04:42 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખ પર નજર આવનારાં સફેદ ધબ્બાં, ડાઘ સહિત ઘણા ફેરફાર ઘણી ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે, આ ફેરફારને સમયાંતરે જોઈને ઓળખવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.

  • નખમાં સહેજ પણ ફેરફાર થાય તો ચેતી જજો
  • નખમાં ફેરફાર ઘણી ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે
  • નખ મુખ્યત્વે કેરોટિન નામના પ્રોટીન સાથે મળીને બને 

આપણા હાથ અને પગના નખ એ આપણા આરોગ્યનો અરીસો છે એમ કહીએ તો પણ ચાલે. નખ મુખ્યત્વે કેરોટિન નામના પ્રોટીન સાથે મળીને બનેલા હોય છે. ગરમીની તુલનામાં ઠંડીમાં તથા મહિલાઓની તુલનામાં પુરુષોના નખ વધારે ઝડપથી વધે છે. હોર્મોનલ અસંતુલન, બીમારી અને વધતી ઉંમરના કારણે નખ ધીરે ધીરે વિકસિત થાય છે. નખ પર નજર આવનારાં સફેદ ધબ્બાં, ડાઘ, નીલાશ સહિત ઘણા પ્રકારના ફેરફાર ઘણી ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે છે. નખમાં નજર આવનારા ફેરફારને સમયાંતરે જોઈને ઓળખવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.

વ્હાઇટ સ્પોટ:
કોઈ ચિંતાના કારણે નખ પર વ્હાઇટ સ્પોટ (સફેદ ધબ્બાં) જોવા મળે છે. આ સ્પોટ ઇન્ફેક્શન, લિવર અથવા કિડનીની બીમારીના કારણે પણ થઈ શકે છે.

ડાર્ક સ્પોટ: 
ઘાટા રંગનાં ધબ્બાં હોય તો ત્વચા રોગ વિશેષજ્ઞો પાસે તપાસ કરાવવી જોઈએ. આ નખની અંદર એક સામાન્ય તલ ત્વચાના કેન્સરનું ગંભીર રૂપ પણ હોઈ શકે છે. 

પીળો: 
નખનો રંગ ફિક્કો પીળો થવો એ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાનો અથવા કિડનીની બીમારી હોવાનો સંકેત છે. ક્યારેક પીળા નખનું કારણ કમળો હોઈ શકે છે.

બ્લૂ: 
નખનું નીલા રંગનું દેખાવું એ ફેફસાં અને હૃદય સંબંધી રોગોનો સંકેત છે.

ઈનગ્રોન ટોનેલ: 
જ્યારે પગના અંગૂઠાના નખ આગળ તરફ વધવાના બદલે ત્વચામાં જ સાઇડમાં વધવા લાગે છે ત્યારે તેને ઇનગ્રોન ટોનેલ કહે છે. 

નખનું વારંવાર તૂટવું : 
કેલ્શિયમની ઊણપ, વિટામિન-બીની ઊણપથી આ સમસ્યા થઈ શકે.

ફંગલ ઇન્ફેક્શન: 
નખની અસામાન્ય વૃદ્ધિ તથા વારંવાર નખના તૂટવાના કારણે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. પાણીમાં વધારે કામ કરવાથી, વધારે પરસેવો આવવાથી તેમજ વારંવાર વાગવાના કારણે આ સમસ્યા થઈ શકે છે.

નખની રાખો સારસંભાળ
- નખને સાફ અને સૂકા રાખીને ઇન્ફેક્શનથી બચી શકાય છે.
- હંમેશાં યોગ્ય ફિટિંગનાં જૂતાં જ પહેરો.
- હંમેશાં નખ પર નેલ પો‌લિશ લગાવી ન રાખશો. ક્યારેક ક્યારેક નખને નેલ પો‌િલશ વગરના પણ રાખવા જોઈએ.
- ગરમ પાણીમાં મીઠું મેળવીને તેમાં પગને પાંચથી દસ મિનિટ માટે રાખવા જોઈએ, તેનાથી નખ-પગની ત્વચા સારી થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

NAILS Yellow Nails health tips white nails નખ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ