ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci apex council meeting big decision rohit sharma captaincy rahul dravid coaching

ક્રિકેટ / આજે રોહિતની કિસ્મતનો ફેંસલો, રાહુલ દ્રવિડની કોચિંગ પર સંકટના વાદળ! BCCIની લઇ શકે છે મોટો નિર્ણય

Published By: MayurN

Last Updated: 09:56 AM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મહત્વની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક વર્ચ્યુઅલ રીતે સવારે 11 વાગ્યે યોજાશે.

ADVERTISEMENT

  • આજે BCCIની મહત્વની એપેક્સ કાઉન્સિલની બેઠક
  • કેપ્ટન અને કોચ બન્નેના પદને લઈને ચર્ચા થશે
  • સ્પ્લિટ કોચિંગ-સ્પ્લિટ કેપ્ટન્સી વિશે પણ ચર્ચા

આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મહત્વની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક વર્ચ્યુઅલ રીતે સવારે 11 વાગ્યે યોજાશે. તાજેતરમાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારી ગઈ હતી. ત્યારપછી એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માને ટી20 ફોર્મેટમાં સુકાની પદ પરથી હટાવી શકે છે.

કોચ પદ પણ જોખમમાં
કેપ્ટન સિવાય કોચ રાહુલ દ્રવિડને લઈને પણ મોટી અપડેટ આવી શકે છે. દ્રવિડનું કોચિંગ પણ જોખમમાં છે. આવી સ્થિતિમાં BCCIની આ બેઠકમાં આ બંને બાબતો પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

બેઠકમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ મોટો મુદ્દો
માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ભારતીય T20 ટીમનો ફુલ ટાઈમ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારતીય ટીમે આગામી શ્રેણી શ્રીલંકા સામે ઘરઆંગણે રમવાની છે. આ સીરિઝથી જ પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈની બેઠકમાં આ કેપ્ટનશીપ અને કોચનો મુદ્દો ઘણો મહત્વનો બનવા જઈ રહ્યો છે.

સિલેક્ટર પણ નવા છે
આ સિવાય બીસીસીઆઈએ નવી પસંદગી સમિતિની પણ નિમણૂક કરવાની છે. આવી સ્થિતિમાં આ બેઠકમાં મોટો નિર્ણય પણ આવી શકે છે. આ સાથે આગામી વર્ષ માટે ભારતીય ક્રિકેટરોના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં એ પણ જોવાનું રહેશે કે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી કોણ બહાર થઈ શકે છે અને કયા નવા ખેલાડીને તેમાં સ્થાન મળી શકે છે.

શું ODI વર્લ્ડ કપ પણ નવા કેપ્ટનના નેતૃત્વમાં થઈ શકે છે?
એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેનાર એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું કે, 'ઘણા વિષયો એજન્ડામાં હશે. હા, T20 વર્લ્ડ કપની સમીક્ષા કોઈ સત્તાવાર એજન્ડા ન હતી, પરંતુ અધ્યક્ષ ઈચ્છે છે કે તેની પણ ચર્ચા થાય. આવી સ્થિતિમાં આ પણ મહત્વનો એજન્ડા હશે. અધિકારીએ કહ્યું, 'અમે જાણીએ છીએ કે આગામી T20 વર્લ્ડ કપ બે વર્ષ પછી છે. જ્યારે અમારે ODI વર્લ્ડ કપ (2023) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, ત્યારે અમારે વહેલી શરૂઆત કરવી પડશે. ભલે તે નવા કેપ્ટનના નેતૃત્વમાં હોય કે પછી રોહિત. તેની ચર્ચા કરવા તૈયાર છે.

આ મુદ્દાઓ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ રહેશે

  • સ્પ્લિટ કોચિંગ (ખાસ કરીને T20 માટે)
  • સ્પ્લિટ કેપ્ટન્સી (હાર્દિક પંડ્યાને કપ્તાની આપી રોહિતને રાજીનામું આપવા માટે કહી શકે છે)
  • T20 વર્લ્ડ કપની સમીક્ષા
  • વર્તમાન કોચની સમીક્ષા
  • પસંદગી સમિતિની રોટેશન પોલિસી
  • સેન્ટ્રલ કોન્ટ્રકટ લીસ્ટ

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket India Rohit Sharma coaching cricket captain rahul dravid Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ