બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / 'BBC documentary toolkit of anti-India propaganda, to those trying to tarnish PM Modi's image.

નિવેદન / 'BBC ડોક્યુમેન્ટરી ભારત વિરોધી પ્રચારની ટૂલકીટ, PM મોદીની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરનારને..' વિધાનસભામાં બોલ્યા હર્ષ સંઘવી

Kishor

Last Updated: 12:59 AM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીબીસી ડોક્યુમેન્ટરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે છબીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવી હર્ષ સંઘવીએ આ અપમાન ૧૩૫ કરોડ દેશવાસીઓ ક્યારેય સાખી નહિ લે તેવું કહ્યું હતું.

  • બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ મામલો
  • હર્ષ સંઘવીએ ડોક્યુમેન્ટરી ફિલ્મની ભારોભાર ટીકા કરી 
  • લોક નેતાને બદનામ કરવાનું ષડયંત્ર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મની ભારોભાર ટીકા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી દ્વારા તૈયાર કરાયેલી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટરી ફિલ્મએ ભારત-૧૩૫ કરોડ ભારતીયોના વિરોધમાં પ્રચારની ટૂલકીટ છે. આથી કડકમાં કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કરવા ધારાસભ્ય વિપુલકુમાર પટેલના બિનસરકારી સંકલ્પ પર પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. લોકનેતાને બદનામ કરવા માટે બનાવાયેલી આ ફિલ્મ વિરુદ્ધ લવાયેલા સંકલ્પને વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.


વધુમાં તેમણે કહ્યું કે હતું કે, બીબીસીની આ દસ્તાવેજી ફિલ્મ 'મોદી ફોબિયા', 'ઇન્ડિયા ફોબિયા'નું ઉદાહરણ છે. બીબીસીએ વર્ષ ૨૦૧૪થી ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. બીબીસીએ દિલ્હી નિર્ભયાકાંડ પર પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, તેમાં પણ દીકરીને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને છાવરવાનો હીન પ્રયાસ કરાયો છે. બીબીસીએ આ આરોપ નરેન્દ્ર મોદી પર નહીં, પણ ૧૩૫ કરોડ ભારતીયો પર લગાવ્યો છે.

પીએમ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી યુવાનોનું સ્વપ્ન સાકાર કર્યું 
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મોરબી મચ્છુ ડેમની ઘટનાનું સૌપ્રથમ બ્રેકિંગ બીબીસીમાં કરવામાં આવ્યું હતું. બીબીસીએ જો સાચું જ સર્વે કર્યું હોત તો ખબર પડત કે આ દુર્ઘટનાના બચાવ કાર્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. કારગિલ યુદ્ધ વખતે પણ હિમાચલ પ્રદેશમાં ઘાયલ સૈનિકોની સેવામાં નરેન્દ્ર મોદી જોડાયેલા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને પીએમ મોદીની છબી ખરડાય તેવા પ્રોપેગેંડા ચલાવી દેવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી યુવાનોનું સ્વપ્ન સાકાર કર્યું છે. 

ગુજરાતમાં દુષ્કર્મની ઘટના પર હર્ષ સંઘવીનું નિવેદન, સર્વેમાં જાણવા મળ્યું કે  આ કારણો પણ જવાબદાર |Statement of harsh sanghvi regarding rape in Gujarat

ગોધરા કાંડ દરમિયાન લોકોમાં સ્વયંભૂ રોષ ફાટી નીકળ્યો હતો
જે ગોધરા ટ્રેનના ડબ્બા સળગાવવાની પૂર્વ આયોજિત ઘટના બની હતી તે ઘટનામાં અયોધ્યાથી આવી રહેલા કાર સેવકો બેઠા હતા. ટ્રેનના ચેન પુલિંગ બાદ એ જ બે ટ્રેનના ડબ્બા સળગાવી દેવામાં આવ્યા જેમાં કાર સેવકો બેઠા હતા. આ ડબ્બામાં 59 નિર્દોષ વ્યક્તિઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં સ્વયંભૂ રોષ ફાટી નીકળ્યો હતો અને પછી રમખાણો થયા. આ તપાસપંચ દ્વારા હાથ ધરાયેલ વિસ્તૃત તપાસના અંતે પંચ એવા તારણ પર આવ્યું હતું કે,ગોધરા રેલ્વે સ્ટેશને તા.૨૭/૦૨/૨૦૦૨ના રોજ ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના એ પૂર્વ આયોજિત કાવતરું હતું. તા. ૨૭/૦૨/૨૦૦૨ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલ કોમી રમખાણો સ્વયંભુ હતાં. રમખાણોમાં રાજય સરકાર, ધાર્મિક સંગઠન કે રાજકીય પક્ષે કોઇ ભૂમિકા ભજવી હોવાના કોઇ પૂરાવા મળ્યા ન હોવાનું તપાસ પંચે અહેવાલમાં જણાવેલ છે.વિધાનસભા ખાતે ધારાસભ્ય વિપુલકુમાર પટેલે બિનસરકારી સંકલ્પ રજૂ કરતાં કહ્યું હતું કે, તાજેતરમાં બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બી.બી.સી.) દ્વારા બહાર પાડવામાં આવેલ ડોક્યુમેન્ટરીમાં સને ૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં થયેલ કોમી રમખાણો સંદર્ભમાં તત્કાલીન રાજય સરકારને દોષીત ઠેરવવાનો ફરી એકવાર દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે.


સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવો જોઈએ
ભારત એક લોકશાહી દેશ છે અને અભિવ્યકિતની સ્વતંત્રતા તેના બંધારણના પાયામાં છે, પરંતુ, તેનો અર્થ એવો નથી કે આવી સ્વતંત્રતાનો દુરૂપયોગ કરીને, કોઇ સમાચાર માધ્યમ સ્વચ્છંદતાપૂર્વક વર્તે.જો કોઇ આવું વર્તન કરે કે કૃત્ય કરે તો તેને સહેજ પણ સાંખી લઇ શકાય નહિ. બી.બી.સી. તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. આથી બી.બી.સી.ની ડોકયુમેન્ટરીમાં દર્શાવેલ મનઘડંત તારણો સામે કડક પગલાં લેવા આ સભાગૃહ કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે તેમ ગૃહમાં ધારાસભ્ય પટેલે ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ