બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bardoli BJP fielded Prabhu Vasava and Congress fielded Siddharth Chaudhary

Election 2024 / બારડોલીમાં પ્રભુ વસાવા કે સિદ્ધાર્થ ચૌધરી? ઈતિહાસ અને જ્ઞાતિ સમીકરણે વધાર્યું ભાજપનું ટેન્શન

Dinesh

Last Updated: 08:03 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં.

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તા.16 માર્ચ 2024ના રોજ જાહેરાત કરાઈ છે. ત્યારે આ ચૂંટણી જાહેરાતથી રાજકીય પાર્ટીઓ પૂર જોશમાં ચૂંટણી જીતની આશાવાદી અભિગમ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આ તમામ ઉમેદવારોના પ્રચાર પડઘમ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે આજે બેઠક બોલે છેમાં બોરડોલી લોકસભા બેઠકની વાત કરીશું. આ બેઠક પર ભાજપના પ્રભુ વસાવા V/S કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. 

બારડોલી લોકસભા

  • ભાજપ- પ્રભુ વસાવા
  • કોંગ્રેસ- સિદ્ધાર્થ ચૌધરી

2019નું પરિણામ

ભાજપ- પ્રભુ વસાવા
પરિણામ-જીત

કોંગ્રેસ- તુષાર ચૌધરી
પરિણામ- હાર

કોણ છે પ્રભુ વસાવા?
પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં. 2014માં બારડોલી લોકસભામાં ભાજપ તરફથી ચૂંટાયા હતા. 2019માં પણ જીત મળી હતી. ભાજપે ત્રીજી વાર રિપીટ કર્યા છે. સહકારી આગેવાન છે. સંગઠનક્ષેત્રે પણ સારી કામગીરી છે. 

કોણ છે સિદ્ધાર્થ ચૌધરી?
સિદ્ધાર્થ ચૌધરીના પિતા આદિવાસી સમાજમાં આગળ પડતું નામ છે.  સિદ્ધાર્થ ચૌધરીના પિતાએ અપક્ષ ઉમેદવાર તરીકે અમરસિંહ ચૌધરીને હરાવ્યા હતા. કોંગ્રેસે યુવા નેતા તરીકે આગળ કર્યા છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો છે. તેઓ નિર્વિવાદીત છબી ધરાવે છે. વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા ધરાવે છે. સહકારી ક્ષેત્રે સક્રિય છે. 

બારડોલી બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. 

બારડોલીમાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?
માંગરોળ
માંડવી
કામરેજ
બારડોલી
મહુવા
વ્યારા
નિઝર

વાંચવા જેવું:  'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

બારડોલીનું જ્ઞાતિ સમીકરણ
આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ