બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Barack Obama gave an interview against PM Modi, said a big thing on Indian Muslims

ઝેરીલું નિવેદન / બારાક ઓબામાના બગડ્યા બોલ, PM મોદીની અમેરિકા યાત્રા વચ્ચે જ અલ્પસંખ્યકોને લઈને ભારતને આપ્યું 'જ્ઞાન'

Megha

Last Updated: 12:23 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓબામાએ કહ્યું, 'ભારતીય લોકશાહી વિશે ચિંતા વ્યક્ત કરવી એ પણ રાજદ્વારી વાતચીતનો ભાગ હોવો જોઈએ. એમને હિંદુ બહુમતીવાળા ભારતમાં મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકાએ ભવ્ય સ્વાગત કર્યું
  • ઓબામાએ ઇન્ટરવ્યુ આપીને પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું હતું
  • ઓબામાએ લોકશાહી પર આપ્યું હતું જ્ઞાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાએ ભવ્ય સ્વાગત કર્યું છે છે અને સ્ટેટ ડિનરમાં બાયડને પીએમ મોદીના ભરપેટ વખાણ પણ કર્યા હતા. પણ આ અવસર પર કેટલાક લોકોએ પીએમ મોદી વિરુદ્ધ પ્રચાર પણ કર્યા છે.  વાત એમ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આ વ્યક્તિઓમાંથી એક છે. તેમણે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીના સત્તાવાર સ્વાગત દરમિયાન ઇન્ટરવ્યુ આપીને ઝેર ઓક્યું હતું. લોકશાહી અને માનવાધિકારના ચેમ્પિયન ગણાવતા ઓબામાએ ભારતમાં લઘુમતીઓના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ઓબામાએ લોકશાહી પર આપ્યું હતું જ્ઞાન 
બરાક ઓબામાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને સમગ્ર વિશ્વમાં લોકતાંત્રિક સંસ્થાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ. અને તે અમેરિકી નેતાઓ પર નિર્ભર છે કે તે લોકો તેમને ભવિષ્યમાં બનાવી રાખે. વૈશ્વિક લોકશાહી અને રાજકીય મુદ્દાઓ પર ભારત અને ચીન વિરુદ્ધ બોલતા ઓબામાએ કહ્યું કે સરમુખત્યારો અથવા અન્ય અલોકતાંત્રિક નેતાઓ સાથે મુલાકાત એ યુએસ રાષ્ટ્રપતિ પદના મુશ્કેલ પાસાઓમાંથી એક છે.  મારે ઓવલ ઓફિસમાં મારા કાર્યકાળ દરમિયાન એવા ઘણા લોકો સાથે વ્યવહાર કરવો પડ્યો જેની સાથે હું સહમત ન હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે મારી મજબૂરી ગણાય છે
ઓબામાએ કહ્યું કે જુઓ તે જટિલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિની પણ ઘણી મજબૂરીઓ હોય છે. જ્યારે હું  રાષ્ટ્રપતિ હતો, ત્યારે હું એવા લોકો સાથે મળ્યો હતો જેઓ કેટલાક મુદ્દાઓ પર સહયોગી હતા. તમે જાણો છો કે જો તમે મારા પર વ્યક્તિગત રીતે દબાણ કરો છો કે શું તેઓ તેમની સરકારો અને તેમના રાજકીય પક્ષોને એવી રીતે ચલાવે છે, કે જેના વિશે હું કહીશ કે તે આદર્શ રીતે લોકતાંત્રિક છે, તો મારે ના કહેવી પડશે. ઓબામાનું નિવેદન પીએમ મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન આવ્યું છે. આવી સ્થિતિમાં આ નિવેદનના સમયને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

શી જિનપિંગ સાથે કરી પીએમ મોદીની સરખામણી 
ઓબામાએ આબોહવા પરિવર્તન પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના તેમના કામને માનવાધિકારના નબળા રેકોર્ડ ધરાવતા નેતાઓ સાથે પણ સામાન્ય હિતો શોધવાના ઉદાહરણ તરીકે ટાંક્યું. આ અઠવાડિયે રાષ્ટ્રપતિ બાયડને કેલિફોર્નિયામાં એક ઇવેન્ટ દરમિયાન શી જિનપિંગની તુલના સરમુખત્યાર સાથે કરી હતી. ઓબામાએ કહ્યું કે તમારે તેમની સાથે વેપાર કરવો પડશે કારણ કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર મહત્વપૂર્ણ છે. તમે જાણો છો આર્થિક હિતોની શ્રેણી છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે તે સિદ્ધાંતોને સમર્થન આપવું અને પડકારવું મહત્વપૂર્ણ છે - પછી ભલે તે જાહેરમાં હોય કે બંધ દરવાજા પાછળ. તેથી હું ચોક્કસ પ્રથાઓની તુલનામાં ઓછો ચિંતિત છું.

પીએમ મોદીને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે જાણકારી આપી
ઓબામાએ કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે ક્લાઈમેટ ચેન્જ અને અન્ય ક્ષેત્રો પર કામ કર્યું છે પણ ભારતીય લોકશાહી વિશે ચિંતા વ્યક્ત કરવી એ પણ રાજદ્વારી વાતચીતનો ભાગ હોવો જોઈએ. તેમણે કહ્યું કે હિંદુ બહુમતીવાળા ભારતમાં મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. ઓબામાએ કહ્યું કે જો હું પીએમ મોદી સાથે વાતચીત કરું, જેમને હું સારી રીતે જાણું છું, તો મારી દલીલનો એક ભાગ એ હશે કે જો તમે ભારતમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરો, તો એવી પ્રબળ સંભાવના છે કે ભારતનું પતન શરૂ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ