બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / BAPS AND VISHV UMIYA FOUNDATION HELPS GUJARAT TO FIGHT AGAINST CORONA VIRUS SECOND WAVE

સેવા / વિદેશથી BAPS અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભારતની મદદે, જુઓ શું આવ્યું દાનમાં

Parth

Last Updated: 11:06 AM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંકટની સામે લડતા ગુજરાતની મદદ કરવામાં માટે વિદેશની સંસ્થાઓ પણ આગળ આવી છે.

  • કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યું છે ભારત 
  • વિદેશમાં રહેતા ગુજરાતીઓ તથા ધાર્મિક સંસ્થાઓ સંકટના સમયમાં મદદે આવી 
  • BAPS, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે મદદ 

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે ત્યારે હવે વિદેશોથી ગુજરાત માટે આવી રહી છે. વિદેશોમાં રહેતા ગુજરાતીઓ તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા કોરોના સંકટ સામે લડવા માટે મદદ આપવામાં આવી રહી છે. 

UK અને યુરોપની સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મદદ 

યુકે અને યુરોપની BAPS સ્વામિનારાયણ સંસ્થા એટલે કે લંડનમાં આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા કેમ્પેન કરવામાં આવ્યું હતું જેમાં સાયકલ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ ચેલેન્જની મદદથી 6,00,000 યુરોની મદદ એકઠી કરવામાં આવી છે. 

આબુ ધાબીના BAPS મંદિર દ્વારા કરવામાં આવી મદદ 

પહેલી મેના રોજ આબુ ધાબીના સ્વામિનારાયણ મંદિર દ્વારા બે ક્રાયોજેનિક ટેન્ક ઑક્સીજનથી ભરીને મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે પણ UAEથી ઑક્સીજન સિલેન્ડર, ટેન્કર મોકલવામાં આવતા હતા. 

ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ-દાતાઓની મદદ 

આ સાથે જ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પણ કોરોના સામે લડવા માટે ગુજરાતીઓની મદદે આવ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના USAના ટ્રસ્ટી તથા દાતાઓએ 100 ઑક્સીજન કંસન્ટ્રેટર્સ, પાંચ વેન્ટિલેટર  તથા મેડિકલ સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. આ કામ કરવા માટે 9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તથા આ મદદનો પહેલો જથ્થો આ સપ્તાહના અંત પહેલા આવી જાય તેવી આશા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ