બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / bank of baroda launched the baroda tiranga deposit scheme know more

તમારા કામનું / BOBએ શરૂ કરી ખાસ 'બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ', જમા પૈસા પર મળશે વધારે વ્યાજ, જાણો બીજા બેનિફિટ્સ વિશે

Arohi

Last Updated: 12:24 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BOBની આ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બે સમયગાળામાં પૈસા જમા કરાવી શકે છે. બેન્ક ઓફ બરોડાના કાર્યકારી નિર્દેશક અજય ખુરાનાએ કહ્યું કે આ સ્કીમથી ગ્રાહકોને જમા સારો પ્રોફિટ થઈ શકે છે.

  • BOBએ ગ્રાહકો માટે શરૂ કરી નવી સ્કીમ 
  • આ સ્કીમમાં ગ્રાહકોને થઈ શકે છે પ્રોફિટ 
  • જાણો સ્કીમ વિશે બધુ જ 

BOBએ ગ્રાહકો માટે એક નવી સ્કીમની શરૂઆત કરી છે. 15 ઓગસ્ટના બીજા દિવસે બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો માટે 'બરોડા તિરંગા ડિપોઝિટ'ના નામથી નવી સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમમાં ગ્રાહકોએ સ્પેશયલ ડોમેસ્ટિક રિટેલ ટર્મ ડિપોઝિટ હેઠળ જમા પૈસા પર વ્યાજ મળશે. 

બેન્ક અનુસાર આ સ્કીમ હેઠળ મજા પૈસા પર 6 ટકા વ્યાજ મળશે. ત્યાં જ વરિષ્ઠ નાગરિકોને વધુમાં વધુ 0.50 ટકાનું વ્યાજ આપવામાં આવશે. સાથે જ નોન-કેપબલ જમાકર્તાઓને 0.15 ટકાથી વધારે વ્યાજ મળશે. 

પૈસા જમા કરવાનો સમયગાળો 
BOBની આ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બે ટર્મ દ્વારા પૈસા જમા કરી શકે છે. જો કોઈ ગ્રાહક 444 દિવસ માટે બરોડા તિરંગા સ્કીમમાં પૈસા જમા કરે છે. તો તેને 5.75 ટકાના દરે વ્યાજ મળશે. ત્યાં જ 555 દિવસ માટે પૈસા જમા કરનાર ગ્રાહકોને 6 ટકા દરે વ્યાદ મળશે. આ સ્કીમ 16 ઓગસ્ટ 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી છે. 

ઓનલાઈન પણ કરી શકો છો ફિક્સ્ડ ડિપોઝિટ 
બેન્ક ઓફ બરોડાના કાર્યકારી રોકાણકાર અજય ખુરાનાએ કહ્યું- "બરોડા તિરંગા જમા યોજનાને ભારતના અગ્રણી અને સૌથી ભરોસાપાત્ર બેન્કોમાંથી એક બેન્ક ઓફ બરોડા દ્વારા સમર્થિત છે. આ બે ટર્મમાં પૈસા જમા કરવાના ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. "

તેમણે કહ્યું કે આ ગ્રાહકોને ડિપોઝિટ પર વધુ નફો કમાવવાનો મોકો મળશે. અજય ખુરાનાએ જણાવ્યું કે બેન્ક ઓફ બરોડાના ગ્રાહક મોબાઈલ દ્વારા બોબ વર્લ્ડના ઉપયોગથી ઓનલાઈન ફિક્સ્ડ ડિપોઝિટની શરૂઆત કરી શકે છે. વ્યાજદર 2 કરોડથી ઓછી જમા પર લાગુ છે. 

આ મહિનાથી લાગુ નવા ચેક નિયમ 
બેન્ક ઓફ બરોડાએ આ મહિનાથી ચેકથી પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. બેન્ક ઓફ બરોડાએ એક ઓગસ્ટથી પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે એમાઉન્ટ વાળા ચેક પેમેન્ટ દ્વારા પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી દીધી છે. 

તેની હેઠળ ચેક ઈશ્યુ કરનારને ચેકથી જોડાયેલી જાણકારી બેન્કને SMS, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપથી આપવાની હોય છે. ત્યાર બાદ જ ચેક ક્લીયર થઈ શકશે. જો કોઈ ચેક જાહેર કરે છે તો તેનો નંબર, પેમેન્ટની રકમ અને પેમેન્ટ મેળવનારના નામ સહિત ઘણી જાણકારીઓ બેન્કને ઉપલબ્ધ કરાવી પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ