બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ભારત / bajrang punia will return padma shri award in protest of wfi chief indian star wrestler tspo

નેશનલ ન્યૂઝ / '..એ વખતે મંત્રીનો પણ ફોન આવ્યો હતો.., હું ખૂબ જ દુખી છું' પહેલવાન બજરંગ પુનિયાએ PM મોદીને ચિઠ્ઠી લખી પદ્મશ્રી પરત કર્યો

Dinesh

Last Updated: 05:40 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bajrang punia: બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે, બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે

  • બજરંગ પુનિયાએ ભર્યો મોટો પગલો
  • પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો
  • 'હું મારો પદ્મશ્રી એવોર્ડ પ્રધાનમંત્રીને પરત કરી રહ્યો છું'


bajrang punia: સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી છે. જે ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સાથીદાર છે. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ. હવે સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે બજરંગ પુનિયાએ પણ મોટું પગલું ભર્યું છે.

પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો

બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. બજરંગ પુનિયાએ લખ્યું કે, હું મારો પદ્મશ્રી એવોર્ડ પ્રધાનમંત્રી પરત કરી રહ્યો છું. 

2019માં પદ્મશ્રી મળ્યો હતો
29 વર્ષીય બજરંગ પુનિયાને વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો. પૂનિયાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બજરંગ પૂનિયાએ 2019માં કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા હતા. બજરંગે તે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ હતો. જો કે બજરંગને ટોક્યો ઓલિમ્પિક 2020માં સુવર્ણ ચંદ્રક જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજ દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ફરી ગોલ્ડ જીત્યો બજરંગ પુનિયાએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં બજરંગ પુનિયાએ એલ. મેક્લીનને 9-2થી હરાવ્યો હતો. બજરંગ પુનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સતત બીજો અને એકંદરે ત્રીજો ગોલ્ડ મેડલ હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ