બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Bageshwar Dham Dhirendra Shastri's divine court program in Ahmedabad changed

આયોજન / ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદના કાર્યક્રમમાં ફેરફાર: હવે એક જ દિવસ રોકાશે બાબા, કોઈ પણ રજીસ્ટ્રેશન વગર કરી શકાશે અરજી

Dinesh

Last Updated: 05:02 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર થયો છે, 2 દિવસના બદલે એક દિવસ 29 મેના જ દિવ્ય દરબાર યોજાશે.

  • દિવ્ય દરબારના કાર્યક્રમમાં કરાયો ફેરફાર
  • 2 દિવસને બદલે એક દિવસ યોજાશે કાર્યક્રમ
  • ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં થયો ફેરફાર


બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવાની વાત છે તો અમદાવાદ અને સુરતમાં પણ દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજાવાનો છે.  તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમમાં ફેરફાર થયો છે. 2 દિવસના બદલે એક દિવસ 29 મેના જ દિવ્ય દરબાર યોજાશે. 

આચાર્ય પ્રમોદ મહારાજનું નિવેદન
ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ આચાર્ય પ્રમોદ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે તૈયારીઓ કરાઈ રહીં છે જેમાં ઢોલ, નગારા સાથે ઋષિ કુમારો સ્વાગત કરશે. કોંગ્રેસના આક્ષેપો પર આચાર્યશ્રી પ્રમોદ મહારાજ જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો અને સનાતનીઓના સવાલોના જવાબ આપશે અને કોઈ રજીસ્ટ્રેશન નથી, કોઈ પણ આવી પોતાની અરજી લગાવી શકશે. તેમણે કહ્યું કે, અમે રાજનેતાઓના આક્ષેપોનો જવાબ નહીં આપીએ તેમજ રાજકીય લોકો તેમની રાજનીતિ કરે અમે અમારુ કામ કરીશુ. 

આઠ વર્ષ સુધી મેં ભીખ માંગી, આજે ધામમાં 70 હજાર લોકો મફતમાં જમે છે: કહાની  બતાવતા રડી પડ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી | bageshwar dham dhirendra krishna  shastri started ...

આયોજક કમિટીના સભ્યનું નિવેદન
ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસને લઈ આયોજક કમિટીના સભ્ય અમીત શર્માનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત અને રહેવાની તૈયારીઓ થઈ રહીં છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલાનું રિનોવેશન કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગલામાં રહેલી તમામ વસ્તુઓનો ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમવાર જ ઉપયોગ કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રસોયાઓ દ્વારા લિસ્ટ અપાયુ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લસણ અને ડુંગળી વિનાનું ગુજરાતી ભોજન પણ પીરસાશે. 

સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે. 

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે.

ક્યા અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?
26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
29 અમદાવાદના ઘાટલોડીયા ખાતે 
1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ