બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Babar Azam purchased Sabyasachi 7 lakh rupee sherwani for his Nikah

સ્પોર્ટસ્ / ભારત છોડતા પહેલા જોરદાર શોપિંગ કરી રહ્યો છે બાબર આઝમ: સાત લાખની શેરવાની અને મોલમાં જઈને સાડીઓ ખરીદી, પાકિસ્તાનમાં કર્યો વીડિયો કૉલ

Vaidehi

Last Updated: 04:36 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ હાલ ભારતમાં પોતાના નિકાહ માટે શોપિંગ કરી રહ્યાં છે. ડિસેમ્બરમાં થનારા લગ્ન માટે બાબરે સબ્યાસાચીની શેરવાની અને મોંઘી જ્વેલરી ખરીદી છે.

  • વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાની કેપ્ટન શોપિંગ મોડમાં
  • પોતાના નિકાહ માટે લીધી 7 લાખની શેરવાની
  • ભારતનાં પ્રખ્યાત સબ્યાસાચીમાંથી કરી ખરીદી

બાબર આઝમ પોતાની પાકિસ્તાનની ટીમની સાથે વર્લ્ડ કપની ટ્રોફી લઈ જવા માટે ભારત આવ્યાં હતાં પણ હવે લાગી રહ્યું છે કે પોતાના નિકાહ માટે શેરવાની લઈને જ જવું પડશે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમ ટૂંક જ સમયમાં દૂલ્હા બનવાનાં છે. તેવામાં બાબર પોતાના પ્રોફેશનલ વર્ક કરતાં વધારે પર્સનલ શોપિંગને લીધે ચર્ચાનો વિષય બન્યાં છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર બાબર આઝમે ભારતીય લગ્ન માટે ડિઝાઈનર કપડાની લીડિંગ બ્રાંડ સબ્યાસાચીમાંથી 7 લાખ રૂપિયાની શેરવાની ખરીદી છે.

ભારતમાંથી કરી રહ્યાં છે નિકાહ માટેની શોપિંગ
પોતાના નિકાહમાં બાબર સબ્યાસાચીની શેરવાની પહેરીને તૈયાર થશે. કેટલાક ફેન્સ બાબર આઝમની આ ખરીદી માટે ખુશ નથી અને તેમણે તો ક્રિકેટરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષનાં અંતમાં બાબર આઝમ પાકિસ્તાનમાં પોતાના નિકાહ ધૂમધામથી રચવાનાં છે. લગ્નની તૈયારીમાં બાબરે માત્ર 7 લાખની શેરવાની જ નહીં પણ કેટલીક મોંઘી જ્વેલરી પણ ખરીદી છે. એટલું જ નહીં માહિતી અનુસાર બાબર મૉલમાં શોપિંગ દરમિયાન પોતાના પરિવારજનોને વીડિયો કોલ કરીને વાતચીત કરી રહ્યાં હતાં.

પાકિસ્તાની ફેન્સ થઈ ગયા નારાજ
બાબર આઝમનો પરિવાર પણ હાલ નિકાહની તૈયારીમાં વ્યસ્ત છે. ઈંટરનેશનલ કોંપિટીશનની વચ્ચે તેમની શોપિંગની આ માહિતીથી પાકિસ્તાની ફેનક્લબમાં હડકંપ મચી ગયો છે. ફેન્સ અનુસાર આટલી જરૂરી મેચોની વચ્ચે તેમનું આવી રીતે શોપિંગ પર જવું યોગ્ય નથી. પાકિસ્તાનને સતત મળેલી હારથી પાકિસ્તાની ફેન્સ ઘણાં નિરાશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ