બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ સામેના કેસને ઉત્તર પ્રદેશ (યુપી) બહાર ટ્રાન્સફર કરવાની તેમની માંગને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ અરજીમાં આઝમ ખાને કહ્યું હતું કે તેમને યુપીમાં ન્યાય નહીં મળે.
સુનાવણીનો ઇનકાર
આઝમ ખાનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ (SC) પાસે આ મામલે દખલ કરવાનું કોઈ કારણ નથી. આવી સ્થિતિમાં તમે હાઈકોર્ટ (HC)માં જઈ શકો છો. આ સાથે કોર્ટે તેમની અરજી પર વહેલી તકે સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યા બાદ હવે બંનેએ યુપી હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે.
ADVERTISEMENT
Supreme Court declines to entertain SP leader Azam Khan's plea seeking transfer of certain cases against him from Uttar Pradesh to another state. Court asks Azam Khan to approach the concerned High Court and directed that his petition may be taken up on an expeditious basis. pic.twitter.com/ckinmF6g3a
— ANI (@ANI) January 4, 2023
ADVERTISEMENT
કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થતી નથી
આઝમ ખાનની કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અગાઉ, નફરતભર્યા ભાષણ આપવાના આરોપમાં સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની સુનાવણી મંગળવારે કોર્ટમાં થઈ હતી. તે કેસના સાક્ષી ઈન્સ્પેક્ટર અનુરાગ ચૌધરીએ તેમનું નિવેદન નોંધ્યું હતું. તેમની જુબાની પૂરી થયા બાદ હવે આ કેસની આગામી સુનાવણી 05 જાન્યુઆરીએ થશે. આ મામલામાં આરોપ છે કે તેમણે બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો અને અધિકારીઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગેની જાણ ફૈઝલખાન લાલાએ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.