બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / ayodhya ram mandir ramlalla received an offering of rs 11 crore in 11 days 25 lakh devotees visited

અયોધ્યા / રામલલા પર વરસ્યાં ભક્તો, 11 દિવસમાં ભર્યો ખજાનો, આટલા કરોડનું દાન, 25 લાખે દર્શન કર્યાં

Hiralal

Last Updated: 09:18 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની સાથે દાનનું પણ ઘોડાપૂર આવ્યું છે. છેલ્લા દિવસમાં મંદિર ટ્રસ્ટને કરોડોનું દાન મળ્યું છે.

  • અયોધ્યામાં ભગવાન રામ પર ભક્તોએ વરસી પડ્યાં
  • પ્રાણ પ્રતિષ્ઠાના 11મા દિવસ સુધી મળ્યું 12 કરોડનું દાન
  • 25 લાખ ભક્તોએ કર્યાં રામલલાના દર્શન 

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાને બિરાજ્યાંનો આજે 11મો દિવસ છે. ભક્તો ભગવાન પર બરાબરના વરસ્યા હોવાનું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા 11 દિવસમાં મંદિર ટ્રસ્ટને 12 કરોડની આસપાસ દાન મળ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસમાં દાનપેટીમાં લગભગ 8 કરોડ રૂપિયા જમા થયા છે અને લગભગ 3.50 કરોડ રૂપિયા ઓનલાઇન મળ્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાને બેસ્યાને 11 દિવસ થઈ ગયા છે. આ 11 દિવસમાં 25 લાખ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી ચૂક્યા છે. આ ઉપરાંત રામ લલ્લાને રોજ સરેરાશ એક કરોડનો ચઢાવો ચઢાવાઈ રહ્યો છે. 

ગર્ભગૃહની સામે ચાર મોટી દાનપેટીઓ મૂકાઈ 
ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા કદની દાનપેટીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર પર પણ લોકો ડોનેશન આપે છે. આ ડોનેશન કાઉન્ટરો પર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ મળેલી દાનની રકમનો હિસાબ ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવે છે. 11 બેંક કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટના ત્રણ કર્મચારીઓ સહિત 14 કર્મચારીઓની ટીમ ચાર દાનપેટીમાં આવેલા દાનની ગણતરી કરી રહી છે. ગુપ્તાએ કહ્યું હતું કે ડોનેશન ડિપોઝિટથી લઈને ગણતરી સુધીની તમામ બાબતો સીસીટીવી સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે.

અત્યાર સુધી 25 લાખ ભક્તોએ દર્શન કર્યાં
રેકોર્ડબ્રેક દાનની ઉપરાંત રામલલાના દર્શને આવનાર ભક્તોની સંખ્યા પણ ઓછી નથી. અત્યાર સુધી 25 લાખ ભક્તોએ દર્શન કર્યાં છે અને સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

સવારમાં 7 વાગ્યે રામલલા આપે છે ભક્તોને દર્શન 
મંદિર પ્રશાસનના નવા સમય મુજબ રામલલાની આરતી સવારે 4.30 વાગ્યાથી શરૂ થશે. સવારે 6.30 વાગ્યે મંગલ પ્રાર્થના બાદ સવારે 7 વાગ્યે ભક્તોના દર્શન માટે મંદિર ઓપન રહે છે. હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસના કારણે વહેલી સવારથી જ યાત્રાળુઓ રામલલાના દર્શન કરવા માટે કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ