બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Attempted fraud with two Vadodara Congress leaders in the name of tickets

નેતાઓ સાવધાન! / ગુજરાતમાં ચૂંટણી ટાણે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ', રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ટિકિટના નામે કોંગી નેતાઓ સાથે છેતરપિંડીનો પ્રયાસ

Dhruv

Last Updated: 09:46 AM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વડોદરા કોંગ્રેસના બે નેતાઓ સાથે ટિકિટના નામે છેતરપિંડીનો પ્રયાસ. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઇ.

  • ગુજરાતમાં ચૂંટણી ટાણે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ'
  • 2 કોંગી નેતાઓને ટિકિટના નામે ઠગવાનો પ્રયાસ
  • રાહુલ ગાંધીનાં PAનાં નામે કરાઇ નાણાંની માંગણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી આચર્યાનો પ્રયાસ કરાયો.

બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

સત્યજીત ગાયકવાડ વાઘોડિયા અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ રાવપુરા બેઠકના છે દાવેદાર

ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઇનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ
એ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

રાવપુરાથી કોંગ્રેસમાંથી લડવું છે?

ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, Good evening, this side Kanisha singh, PA to Sh. Rahul Gandhiji. please call me. ત્યારે અચાનક આવો મેસેજ વાંચી ચંદ્રકાંત શ્રીવાસ્તવએ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસીવ કરતાં કહ્યું કે, વર્ષ 2017માં વિધાનસભામાં તમારું પરફોર્મન્સ સારુ હતું. ત્યારે આ વખતે તમારે રાવપુરા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાનું છે? જો કે તે સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિચારીને બીજા દિવસે જવાબ આપીશું તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો હતો

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ