બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અમદાવાદ / atik ahmed shifting from naini prison uttar pradesh to sabarmati prison gujarat

અપહરણ કેસ / અતીક અહેમદ ફરી સાબરમતી જેલમાં પરત ફરશે, પ્રયાગરાજથી UP પોલીસનો કાફલો અમદાવાદ આવવા રવાના

Malay

Last Updated: 09:29 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmed News: પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદને સજા સંભળાવ્યા બાદ તેને નૈની સેન્ટ્રલ જેલમાંથી સાબરમતી જેલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે. ત્રણ વાહનોનો કાફલો અતીકને લઈને અમદાવાદ આવવા રવાના થયો છે.

 

  • અતીકને અમદાવાદની સાબરમતીમાં પરત લવાશે
  • અતીક અહેમદ ગુજરાત આવવા રવાના
  • રાજસ્થાનની સરહદમાં થઈ 'એન્ટ્રી'

ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતીક અહેમદને મંગળવારે (28 માર્ચ) ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતીકને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવી રહ્યો છે. તેને સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે.

BIG BREAKING: ગેંગસ્ટર અતિક અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના, ઉમેશ  પાલ હત્યા કેસમાં મેળવ્યો કબજો | UP Police leaves Sabarmati jail with  gangster Atiq Ahmed

કાફલો અમદાવાદ આવવા રવાના
નૈની સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ શશિકાંત સિંહે જણાવ્યું કે, અતીક અહેમદને લઈને ત્રણ વાહનોનો કાફલો ગુજરાતની સાબરમતી જેલ જવા રવાના થયો છે. જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો. જેલના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી.

અશરફને મોકલાયો બરેલી જેલમાં
સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં સુનાવણી માટે અતીક અહેમદને સાબરમતી જેલમાંથી રોડ માર્ગે લાવવામાં આવ્યો હતો. સુનાવણી પહેલા તેને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતા. નૈની જેલના સુપ્રિટેન્ડેન્ટ શશિકાંત સિંહે જણાવ્યું હતું કે, "કોર્ટના આદેશ મુજબ અતીક અહેમદને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે." શશિકાંત સિંહે જણાવ્યું કે આ પહેલા ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને કોર્ટમાંથી જ બરેલી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

પ્રયાગરાજ કોર્ટમાં સુનાવણી પહેલા અતીક અહેમદને CBIની સ્પેશિયલ કોર્ટે આપ્યો  ઝટકો, જાણો શું છે સમગ્ર કેસ | CBI special court shakes Atiq Ahmed before  hearing in Prayagraj ...

ભારે સુરક્ષા વચ્ચે મોકલાયો બરેલી જેલમાં
પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને બરેલીથી અપહરણના કેસમાં અહીંની વિશેષ અદાલતમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો, તેને મંગળવારે સાંજે ભારે સુરક્ષા વચ્ચે બરેલી જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો.

અતીકને આજીવન કેદ
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં ગઈકાલે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. 

ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી હતી 
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા.આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આજે ગેંગસ્ટર અતીક અહેમદના ગુનાઓનો થશે હિસાબ, કોર્ટ આપી શકે છે મહત્વનો  ચુકાદો | Atiq ahmed umesh pal kidnapping case naini jail prayagraj court

17 વર્ષ જૂના કેસમાં આવ્યો ચુકાદો 
17 વર્ષ જુના ઉમેશ પાલ અપહરણ કેસમાં ગતરોજ પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટ ચુકાદો આવ્યો છે. આ મામલામાં બાહુબલી અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી છે. આ કેસ માટે સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો. તેના ઉપરાંત એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યા. ત્રણેયને નૈની જેલમાં કડક દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. 

આ કેસમાં 11 આરોપી 
અતીક અહમદ ઉપરાંત કેસમાં અશરફ, દિનેશ પાસી, અંસારા અહમદ ઉર્ફ અંસારા બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને અઝાઝ અખ્તર આરોપી છે. આ આરોપી અંસાર અહમદની મોત થઈ ચુકી છે. અતીક અહમદ અશરફ અને ફરહાન જેલમાં છે. બાકી આરોપી જામીન પર છે. 

توییتر \ VTV Gujarati News and Beyond (@VtvGujarati)

ઉમેશ પાલ અપહરણ કેસની ટાઈમલાઈન 
25 જાન્યુઆરી 2005: બસપા ધારાસભ્ય રાજૂપાલની હત્યા 
28 ફેબ્રુઆરી 2006: રાજૂપાલ કેસમાં ગવાહ ઉમેશ પાલનું અપહરણ 
5 જુલાઈ 2007: અતીક અને તેના ભાઈ પર અપહરણનો કેસ 
11 આરોપી ઉમેશ પાલ અપહરણ કેસમાં 
18 માર્ચ: કેસમાં સુનાવણી થઈ પુરી 
24 ફેબ્રુઆરી 2023: ઉમેશ પાલની હત્યા 
28 માર્ચ: ઉમેશ અપહરણ કેસમાં નિર્ણય 

17 વર્ષ બાદ અતીકના ગુના પર નિર્ણય 
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ રાજૂપાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગલીની બહાર કારથી નિકળતી વખતે તેમના પર શૂટરોએ ફાયરિંગ કરી હતી. આ સમયે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સની મોત થઈ ગઈ હતી. ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ નોંધ્યો ચે. છે. પોલીસ આ કેસમાં અસદ સહિત 5 શૂટરોની શોધ કરી રહી છે. 

17 વર્ષ જુના કેસમાં થઈ સજા 
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂપાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સને આરોપી બનાવ્યા હતા. આ કેસમાં રાજૂ પાલનો સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેમની સાથે મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.  

28 ફેબ્રુઆરી 2006એ કર્યુ હતું અપહરણ 
ઉમેશના જણાવ્યા અનુસાર જ્યારે તેણે અતીક અહમદના દબાણમાં નિવેદન આપવાથી પીછેહટ કરવાનો ઈનકાર કરી દીધો તો 28 ફેબ્રુઆરી 2006એ બંધૂકના દમ પર તેનું અપહરણ કરવામાં આવ્યું. એક વર્ષ બાદ ઉમેશની ફરિયાદ પર પોલીસે 5 જુલાઈ 2007એ અતીક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ