બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / assistance for guardians of children who have lost their parents in corona

સરકારની સહાય / કોરોના સંક્રમણમાં માતા-પિતાની ગુમાવનારા બાળકોના પાલકને સરકાર આપશે આટલી સહાય

Shyam

Last Updated: 07:15 PM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણમાં અનેક બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. જેને લઈ આવા બાળકોનું પાલન કરનારા માતા-પિતાને મહિને રૂપિયા 4 હજારનો લાભ મળશે

  • કોરોનાથી માતા-પિતા ગુમાવનાર બાળકો માટે મોટો નિર્ણય 
  • બાળકના પાલક માતા-પિતા યોજના હેઠળ મળી શકશે લાભ
  • માસિક રૂ.4 હજાર પાલક માતા-પિતાને આપવામાં આવશે

ગુજરાતમાં સહિત દેશભરમાં કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, અનેક નાના બાળકોએ પોતાનો આશરો જ ગુમાવી દીધો છે. જે બાળકો હજુ પોતાના પગભર થયા નથી. તેમના માતા-પિતાનો કોરોનાએ ભોગ લીધો છે. ત્યારે ગુજરાત સરકારે કોરોના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે મોટો નિર્ણય લીધો છે. બાળકના પાલક માતા-પિતાને યોજના હેઠળ લાભ મળી શકશે. માસિક રૂ.4 હજાર પાલક માતા-પિતાને આપવામાં આવશે.

ક્યાં સુધી મળશે આ યોજનાનો લાભ

18 વર્ષનું બાળક થાય ત્યાં સુધી પાલક માતા-પિતાને લાભ મળશે. પિતાના મૃત્યુ બાદ માતાના પુનર્લગ્નના કિસ્સાઓમાં પણ સહાય થશે. કોરોનાગ્રસ્ત માતા-પિતા હોસ્પિટલમાં હોય તેવા બાળકો માટે પણ નિર્ણય કરાયો છે. કોરોનાગ્રસ્ત વાલી હોસ્પિટલમાં હોય તેવા બાળકોને આશરો મળશે. હોસ્પિટલમાં વાલી હોય ત્યા સુધી બાળ સંરક્ષણ ગૃહમાં બાળક રહી શકશે.

ત્રીજી લહેરમાં બાળકો માટે બનશે ઘાતકી

કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને બીજી લહેરમાં ભારતના ઘણા લોકો પ્રભાવિત થયા છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. AMAના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતકી રહેવાની શક્યતા છે. બાળકોની હજુ સુધી કોઇ વેક્સિન બની શકી નથી માટે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે.

જો કે અત્યારથી જ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવું ભોજન આપવું જોઈએ. અને વધુ માત્રામાં પ્રવાહી આપવું. આમ, શક્ય હોય એટલી બાળકોની ઇમ્યૂનિટી વધારવાનો પ્રયત્ન કરવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ