19મી એશિયન ગેમ્સમાં ભારત માટે 19 વર્ષની રમિતા જિંદાલે ભારત માટે શૂટિંગમાં બે મેડલ જીત્યા હતા. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાની રહેવાસી રમિતા એકાઉન્ટ્સની વિદ્યાર્થીની છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતને સારી શરૂઆત મળી
19 વર્ષની રમિતા જિંદાલે ભારત માટે શૂટિંગમાં બે મેડલ જીત્યા
10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો
19મી એશિયન ગેમ્સમાં ભારતને સારી શરૂઆત મળી છે. રવિવારે રોઇંગમાં ત્રણ મેડલ જીતવાની સાથે દેશે શરૂઆતના દિવસે શૂટિંગમાં પણ બે મેડલ જીત્યા હતા. મહિલા ટીમ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર જીત્યા બાદ ભારતની રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ સિંગલ્સ ઈવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. ખાસ વાત એ છે કે વર્ષ 1986માં સોમા દત્તે આ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે પછી રમિતા આ ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે.
Another medal in Shooting…Well done Ramita Jindal.
19મી એશિયન ગેમ્સમાં ભારત માટે 19 વર્ષની રમિતા જિંદાલે ભારત માટે શૂટિંગમાં બે મેડલ જીત્યા હતા. રમિતા જિંગલે પ્રથમ 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટીમમાં મેહુલી ઘોષ અને આશી ચૌકસે પણ સામેલ હતા. ત્યારબાદ રમિતા જિંદલે પણ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
રમિતા 230.1ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહી હતી. ભારતની મેહુલી ઘોષ આ ઈવેન્ટમાં 208.3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનના હુઆંગ યુટિંગને મળ્યો જેણે 252.7 પોઈન્ટનો સ્કોર કરીને નવો રેકોર્ડ પણ બનાવ્યો. સિલ્વર મેડલ પણ ચીનના જિયાયુ હાનને મળ્યો હતો. 19 વર્ષની રમિતા પણ ભારતીય ટુકડીનો ભાગ હતી જેણે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.આ ઈવેન્ટમાં ગોલ્ડ ચીન જ્યારે બ્રોન્ઝ મંગોલિયાને મળ્યો હતો.
Congratulations to our shooter trio Ramita, Mehuli Ghosh, and Ashi Chouksey on winning the silver medal in the women's 10m Air Rifle event at the #AsianGames. They have made our nation proud.
હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાની રહેવાસી રમિતા એકાઉન્ટ્સની વિદ્યાર્થીની છે. રમિતાના પિતા અરવિંદ જિંદાલ ટેક્સ સલાહકાર છે. વર્ષ 2016માં રમિતાને તેના પિતાની જગ્યાએ કરણ શૂટિંગ રેન્જમાં લઈ જવામાં આવી હતી. આ પછી રમિતાનો આ રમત તરફ ઝુકાવ થયો. રમિતાએ ગયા વર્ષે જુનિયર ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.