એશિયા કપ ફાઈનલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવા બેટ્સમેન ઈશાન કિશન વિરાટ કોહલીની સ્ટાઈલ કૉપી કરતાં દેખાય છે.
ભારત આઠમી વાર બન્યું એશિયા કપ ચેમ્પિયન
મેચ બાદ મેદાન પર ખેલાડીઓ કરી રહ્યાં હતાં મજાક-મસ્તી
બેટ્સમેન ઈશાન કિશને વિરાટ કોહલીની સ્ટાઈલ કૉપી કરી
ભારતનાં સુપરસ્ટાર વિરાટ કોહલીની ગણતરી દુનિયાનાં સારા બેટ્સમેનોમાં થાય છે. તેમની સ્ટાઈલ પણ બધાથી અલગ છે. મોટી સંખ્યામાં લોકો વિરાટને આઈડલ માને છે અને તેમની સ્ટાઈલ પણ કૉપી કરે છે. હાલમાં એશિયા કપ ફાઈનલનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં બેટ્સમેન ઈશાન કિશન વિરાટની સ્ટાઈલ કૉપી કરતાં દેખાય છે. વિરાટ પણ ઈશાનને જુએ છે અને પ્રતિક્રિયા આપે છે.
વિરાટની નકલ કરતાં દેખાયા ઈશાન
કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતની જીત બાદ ખેલાડીઓ મેદાન પર મસ્તી કરી રહ્યાં હતાં. સોશિયલ મીડિયા પર જે એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેમાં ઈશાન કિશન આગળની તરફ વધી રહ્યાં છે અને વિરાટ કોહલીને જેમ વૉક કરી રહ્યાં છે.વિરાટ કોહલી પણ આ જુએ છે અને ખેલાડીઓની વચ્ચે કંઈક મજાક પણ કરે છે.
વિરાટે આપી પ્રતિક્રિયા
વિરાટ કોહલીએ ઈશાનની આ સ્ટાઈલ જોઈને કંઈક ઈશારો કર્યો. એવું લાગી રહ્યું છે કે તેઓ ખેલાડીઓને કહી રહ્યાં છે કે આ તેમની સ્ટાઈલ નથી. અચાનક વિરાટ પણ હાથ ખોલીને ચાલવા લાગે છે અને ઈશાનને ચિડાવે છે. આસપાસ હાજર ખેલાડીઓ હસવા લાગે છે.
ફાઈનલમાં 10 વિકેટથી જીત
શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ઈઝી ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. 5 વર્ષ બાદ ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે છેલ્લે 2018મા ભારતે એશિયા કપ જીત્યો હતો. આ વખતનો કપ ભારતને સાવ સસ્તામાં મળ્યો હતો તેને માટે તેની ઘાતક બોલિંગ જવાબદાર હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશને 51 રન બનાવી લેતા શ્રીલંકાને 10 વિકેટે પરાજય મળ્યો હતો.