ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ashish Nehra says Rishabh Pant were preparing to succeed MS Dhoni is serving water

નિવેદન / 'ધોનીની જગ્યાએ જેણે પસંદ કર્યો, તે અન્ય ખેલાડીને પાણી પીવડાવે છે'

Published By: Juhi

Last Updated: 05:23 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી વિરાટ કોહલીએ સંભાળી લીધી છે. ટીમમાં વિકેટકીપર તરીકે અત્યાર સુધી કોઇ સારો વિકલ્પ સામે આવ્યો નથી. રિષભ પંતને ધોનીની જગ્યાએ સારો વિકલ્પ ગણાવવામાં આવ્યો છે અને તે તૈયારી પણ સારી રીતે કરી રહ્યો હતો પરંતુ હવે પ્લેઇંગ ઇલેવનમાં પણ નથી.

ADVERTISEMENT

આશિષ નહેરાએ પોતાની દિલ્હીના સાથી ખેલાડી પૂર્વ ભારતીય ઑપનર આકાશ ચોપરા સાથે વાત કરતા જણાવ્યુ કે, જે ખેલાડીને ટીમ મેનેજમેન્ટે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા વિકલ્પ ગણાવ્યો અને તૈયાર કરવામાં આવી રહ્યો તે ટીમની બહાર છે. 12માં ખેલાડી તો બાકીના ખેલાડીઓને પાણી પીવડાવવાનું કામ કરે છે.

પૂર્વ ભારતીય બૉલરે જણાવ્યુ કે, ''આમ તો સારા ટેલેન્ટેડ ખેલાડીઓ છે, તમામને લાંબા સમય સુધી સમર્થન આપવાની જરૂર છે. આજે અમે ભારતીય ટીમના નંબર 5 અને 6 ની વાત કરી રહ્યા છે. એક વાત એ પણ છે કે, અમને એ વાતની ખબર નથી કે કે એલ રાહુલ નંબર 5 પર રમશે કે નહી. તો બીજી તરફ રિષભ પંત જેણે આપણે મહેન્દ્ર સિંહ ધોની વિલ્કપ તરીકે પસંદ કર્યો હતો તે આજે ટીમની બહાર છે અન્ય ખેલાડીઓને પાણી પીવડાવી રહ્યો છે.'' 

આશિષ નહેરા અનુસાર, ''જે અન્ય ખેલાડીઓ ટીમ મેનેજમેન્ટે સમર્થન કર્યુ તેમ પંતને પણ કરવુ જોઇતુ હતુ. હું માનું છે કે, તેણે તક ગુમાવી છે પરંતુ તેમાં કોઇ શક નથી કે તેમણે ટીમમાં રાખ્યો છે એનો મતલબ તમારામાં કોઇ પ્રતિભા જરૂર છે. તે માત્ર 23 વર્ષનો છે.''

ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર કેપ્ટન વિરાટ કોહલીએ કે એલ રાહુલને T20 અને વનડે સીરિઝમાં વિકેટકીપર તરીકે બેટ્સમેન તરીકે જગ્યા આપી. રિષભ પંતને ટેસ્ટમાં તક આપી. આ સમયે કે એલ રાહુલને ટીમમાં મુખ્ય વિકેટકીપર જણાવવામાં આવ્યો જ્યારે તે બેટ્સમેન તરીકે ટીમનો ભાગ હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India MS Dhoni Playing 11 Rishabh Pant Team India ashish nehra sports viral Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ