બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ashapura's Madh in Kutch will be open on Navratri, Corona rules must be complied with

નવરાત્રી / માતાનો મઢ જતાં ભક્તો માટે મહત્વના સમાચાર, દર્શન માટે ફરજિયાત આ નિયમોનું કરવું પડશે પાલન

Vishnu

Last Updated: 09:35 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં નવરાત્રીમાં માતાનો મઢ ખુલ્લો રહેશે, કોરોનાને આધીન કડક નિયમોનું કરવું પડશે પાલન

  • કચ્છમાં નવરાત્રીમાં માતાનો મઢ ખુલ્લો રહેશે
  • માં આશાપુરાનું મંદિર ભાવિકો માટે ખુલ્લુ રહેશે
  • પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય

એક તરફ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીને લઈ મોટી છૂટછાટ આપવામાં આવી છે. હવે બે વર્ષ બાદ ગુજરાતીઓ શેરી ગરબા કરી થનગનાટ કરી શકશે. ગરબા રમવાની સાથે નવરાત્રીમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવાનું પણ એક અલગ જ મહાતમ્ય છે. લોકો આશાપુરા માં કચ્છ, અંબે માં અંબાજી ઉપરાંત પાવાગઢ અને ચોટીલા સુધી પગપાળા કે સાધન દ્વારા દર્શન કરવા જતાં હોય છે. ત્યારે આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. આ વખતે નવરાત્રીના નવે નવ દિવસ ભક્તો માં આશાપુરાના દર્શનનો લાભ લઈ શકશે. 

પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય
આશાપુરા માતાજીના ભક્તો માટે સારા સમાચાર એ છે કે બે વર્ષ બાદ નવરાત્રીમાં આશાપુરા માંના મંદિરના દ્વારા ભક્તો માટે નવરાત્રીમાં ખુલ્લા રહેશે. કચ્છમાં બેઠેલી ધણિયારી માં આશાપુરા માંના દર્શન કરવા ભક્તો દૂર દુરથી નવરાત્રીમાં પહોંચતા હોય છે પણ કોરોનાની વિકટ સ્થિતિને કારણે નવરાત્રીમાં દર્શનનો લાભથી ભક્તો વંચિત રહ્યા હતા, પરંતુ આ નવરાત્રીમાં ભક્તો માંને પોતાની અરજ કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમોને આધીન મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પણ નવરાત્રીમાં કોરોના નિયમો સાથે છૂટછાટ આપી રહી છે. ત્યારે સરકારી નિયમો ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેનું દરેક ભક્તોએ પાલન કરવું ફરજિયાત છે. સૌ પ્રથમ મોટી સંખ્યમા ભક્તો પગપાળા ચાલીને માં આશાપુરાના દર્શન કરવા આવતા હોય છે જ્યાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ રાખી પગપાળા યાત્રીઓને રહેવા જમવાની સુવિધા આપતા હોય છે પણ મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય

માઇ ભક્તોએ શું ધ્યાન રાખવાનું રહેશે?

  • કોરોના બાદ પહેલી વખત દર્શનાર્થી માટે ખુલ્લો રહેશે માતાનો મઢ
  • માતાના મઢ જાગીર ટ્રસ્ટએ કર્યો નિર્ણય
  • આસો નવરાત્રીમાં કચ્છમાં માતાનો મઢ ભક્તો માટે ખુલ્લો રહેશે
  • આશાપુરા મંદિર તેમજ પરિસર દર્શનાર્થી માટે ખુલ્લુ રખાશે
  • પ્રસાદી ક્ષેત્રમાં કોવિડ નિયમોનું પાલન કરવામાં આવશે
  • પદયાત્રીઓનો કેમ્પ યોજવા પર મનાઇ ફરમાવવામાં આવી
  • કોવિડ નિયમોનું પાલન કરવું પડશે
  • ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
  • વેક્સિન સર્ટિ સાથે રાખવું ગમે ત્યારે ટ્રસ્ટ નિર્ણય લઈ શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ