બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ASEAN and East Asia Summit is going to be held in Indonesia. 18 countries have changed their plans for PM Modi.

મોટા સમાચાર / PM મોદી માટે આસિયાનના 18 દેશોએ બદલી નાંખ્યો પ્લાન! ભારતનો વધતો દબદબો જોઈને દુશ્મન દેશોને લાગશે મરચાં

Pravin Joshi

Last Updated: 09:38 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટ યોજાવા જઈ રહી છે. પીએમ મોદીએ પણ આ બંને ગ્લોબલ કોન્ફરન્સમાં ભાગ લેવાના છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે પીએમ મોદી માટે 18 દેશોએ પોતાની યોજના બદલી છે.

  • ઈન્ડોનેશિયામાં આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટ યોજાશે
  • PM મોદી પણ આ ગ્લોબલ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે
  • વડાપ્રધાન મોદી માટે 18 દેશોએ પોતાની યોજના બદલી
  • આ મેગા સમિટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

વિશ્વના 18 દેશો ગુરુવારે ઈન્ડોનેશિયામાં આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટ કરવા જઈ રહ્યા છે. આ બંને વૈશ્વિક પરિષદોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે પીએમ મોદી માટે 18 દેશોએ પોતાની યોજના બદલી છે. સમિટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોન્ફરન્સનો પ્રારંભ અગાઉ સવારે 8.30 કલાકે થવાનો હતો, પરંતુ હવે 1 કલાક વહેલો કરવામાં આવ્યો છે. હવે તે સવારે 7.30 વાગ્યે શરૂ થશે અને આ બધું પીએમ મોદીના કારણે થયું છે. એ જ રીતે ઈસ્ટ એશિયા સમિટ પણ 7મી સપ્ટેમ્બરે યોજાવાની છે. આમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે, પરંતુ પહેલા આ કોન્ફરન્સ સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ હવે તે નિર્ધારિત સમય કરતાં લગભગ 1.30 કલાક પહેલા શરૂ થશે. આ ફેરફાર પણ પીએમ મોદી માટે જ કરવામાં આવ્યો છે.

PM મોદી આજે વારાણસીની મુલાકાતે, રોપ-વે સહિત 1780 કરોડના વિકાસકાર્યોનું કરશે  લોકાર્પણ | Prime Minister Narendra Modi will lay the foundation stone of a  project worth Rs 1780 crore in Uttar ...

સમય કેમ બદલાયો?

વિશ્વના 18 દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમની યોજનાઓ કેમ બદલી ? ભારતમાં G-20 કોન્ફરન્સને કારણે વડાપ્રધાન મોદીનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. PM મોદીએ ઈન્ડિયા-આસિયાન સમિટ અને ઈસ્ટ એશિયા કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ ગુરુવારે જ દિલ્હી પરત ફરવાનું છે. પીએમ મોદીની આ વ્યસ્તતાને જોઈને 18 દેશોએ સમિટનો સમય જ બદલી નાખ્યો. જેથી સમય બદલાવાને કારણે પીએમ મોદી આ બંને સંમેલનમાં હાજરી આપી શકે.

ડ્રેગનને ઘેરવા મોદી સરકારનો માસ્ટર પ્લાન: જાણો શું છે આસિયાન સંગઠન, જેના  દેશોને બ્રહ્મોસ અને તેજસ આપવાી તૈયારીમાં ભારત I India will join ASEAN Summit  2023 ...

ચીનને આંખ દેખાડવા માટે ભારતના સમર્થનની જરૂર

હવે 18 દેશો પીએમ મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેનું કારણ ચીન છે કારણ કે આસિયાન દેશોને દક્ષિણ સિના સમુદ્રમાં ચીનને આંખ દેખાડવા માટે ભારતના સમર્થનની જરૂર છે. હવે કેટલાક લોકોના મનમાં સવાલ થશે કે ભારત આસિયાન દેશોનું સ્થાયી સભ્ય પણ નથી, તો પછી વડાપ્રધાન મોદી સૌથી મોટી ગ્લોબલ સમિટ G-20ની વ્યસ્તતા છતાં ઇન્ડોનેશિયા કેમ જઈ રહ્યા છે. તેનું પ્રથમ કારણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ છે, જેઓ દિવસ-રાત વિસ્તરણવાદના સપના જુએ છે. ASEAN અને પૂર્વ એશિયા સમિટમાં સામેલ થવાથી ભારત પાસે તેના કેટલાક પડોશી દેશો દ્વારા ચીનને ઘેરવાની સારી તક છે. એટલા માટે આસિયાન દેશો સાથે સારા સંબંધો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે જ દરિયાઈ સુરક્ષાના મામલે ભારત માટે આસિયાન દેશોનું મહત્વ ઘણું વધારે છે.

ભારત ભાગીદારી વધારવા તૈયાર, આસિયાન એક્ટ ઇસ્ટ નીતિનું હૃદય : PM મોદી |  Narendra Modi to attend ASEAN Summit in Bangkok

ભારત કૂટનીતિની વૈશ્વિક શક્તિ બની ગયું

તો સાથે સાથે તેનું બીજું કારણ મિત્રતા છે. હવે એ સાબિત થઈ ગયું છે કે આજે ભારત કૂટનીતિની વૈશ્વિક શક્તિ બની ગયું છે. મોટા દેશો ગંભીર મુદ્દાઓ પર ભારત તરફ મોટી અપેક્ષા સાથે જુએ છે. ચીનના વર્ચસ્વથી પરેશાન આસિયાન દેશોની પણ આવી જ હાલત છે. આસિયાન દેશો પણ ભારતને ચીન સામે વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત માટે આસિયાન દેશોને ખાતરી આપવી જરૂરી છે કે તે તેમની સાથે છે. ત્રીજું કારણ મુત્સદ્દીગીરી છે. એક રિપોર્ટ અનુસાર આસિયાન દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હથિયારોની માંગ ઝડપથી વધી છે. ચીનને પડકારવા માટે આસિયાન દેશો પણ પોતાની જાતને મજબૂત કરી રહ્યા છે.ભારત પણ આ માર્કેટમાં પ્રવેશવા માટે ઝડપથી કામ કરી રહ્યું હોવાથી તેની પાસે તેના શસ્ત્રોનું બજાર વધારવાની તક છે. ચોથું કારણ દક્ષિણ ચીન સાગર છે. ભારતનો 50% થી વધુ વેપાર દક્ષિણ ચીન સાગર દ્વારા થાય છે, જ્યાં ચીનના ષડયંત્રોનો દલદલ ઘણો ઊંડો છે. એટલા માટે દક્ષિણ ચીન સાગરમાં ચીનના ઘમંડનો સામનો કરવો ભારત માટે મહત્વપૂર્ણ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત આસિયાન દેશોને જે હથિયારો આપશે તે સાઉથ ચાઈના સીમાં તૈનાત કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ