બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / As soon as Premaswaroop Swami was announced as Haridham Sokhada Gadipati, millions of Haribhaktas flocked to the ground.

સંપ્રદાયમાં વિવાદ / પ્રેમસ્વરૂપ સ્વામીની હરિધામ સોખડા ગાદીપતિ તરીકે જાહેરાત થતા જ હોબાળો, લાખો હરિભક્તો મેદાને

Mehul

Last Updated: 10:59 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં હરિધામ સોખડા ગાદીપતિની નિમણૂંકમાં ફરિ પાછા વિવાદના મંડાણ થયા છે.પ્રેમસ્વરૂપ સ્વામીની ગાદીપતિ તરીકે જાહેરાતથી હરિભક્તોમાં ઉભા બે ફાડિયા

  • સોખડા ગાદીપતિની નિમણૂંકનો વિવાદ 
  • હરિભક્તોમાં પડ્યાં ઉભા બે ફાડિયા 
  • પ્રેમસ્વરૂપના નામ સામે ભારે વિરોધ

આણંદમાં હરિધામ સોખડા ગાદીપતિની નિમણૂંકમાં ફરિ પાછા વિવાદના મંડાણ થયા છે.પ્રેમસ્વરૂપ સ્વામીની ગાદીપતિ તરીકે જાહેરાતથી હરિભક્તોમાં ઉભા બે ફાડિયા થયા છે. ચરોતરના લાખો હરિભક્તોમાં પ્રેમસ્વરૂપના નામનો ભારે વિરોધ થઇ રહ્યો છે. હરિભક્તોની એવી લાગણી છે કે,પ્રેમસ્વામી, પ્રબોધસ્વામી સાથે સત્સંગ આગળ ધપાવે. ગાદીપતિનાં નામથી નાવલી અને બાકરોલ ખાતે હરિભક્તોના મેળાવડામાં માંગ ઉઠી છે.  ત્યાગવલ્લભ સ્વામીની જાહેરાત બાદ હરિભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગત જુલાઈના અંતમાં હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી  મોડી રાતે અક્ષર નિવાસી થતાં ભક્તો શોક મગ્ન બન્યા હતા. આ વચ્ચે જ   હવે મંદિરના નવા ગાદીપતિને લઈ ચર્ચાઓ શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે,  જે તે સમયે જ નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ચાલેલી ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલ અગ્રેસર છે. તો  ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. આ સાથે જ એક તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે. 

ત્યાગવલ્લભ સ્વામીનું નિવેદન

નવા ગાદિપતિની ચર્ચામાં ત્યાગવલ્લભ સ્વામીનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "હાલ કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી અને હું એક નાનો સેવક છું. તો નવા ગાદિપતિનું નામ સંતોની બેઠકમાં નક્કી થશે તેવી વાત પણ તેમણે કહી હતી. 

સોખડામાં વહીવટનો જૂથવાદ 

હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ નામના શખ્સને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે. અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. ત્યારે હાલ સોખડા હરિધામનો એક વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામી વારસદાર વાત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં  સ્વામી હરિપ્રસાદ વારસદાર અંગે વાત કરી રહ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું તમને અધ્ધરતાલ મુકીને નહીં જાઉં, બે સંતોને જવાબદારી સોંપીને જવાનો છું.

પ્રેમસ્વરૂપ સ્વામીને પણ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું તારે બોલતા શીખવાનું છે

આ વાયરલ વીડિયો અનુસાર હરિપ્રસાદ સ્વામીએ તેમના પછી સૌરાષ્ટ્રની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને સોંપી હતી. જ્યારે અમદાવાદથી મુંબઇ સુધીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપી હતી. આ સાથે પ્રબોધ સ્વામી માટે પણ વીડિયોમાં હરિપ્રસાદ સ્વામી બોલ્યાં હતા તારે ધીમું પડવાની જરૂર છે, આડેધડ બોલે છે આ સાથે પ્રેમસ્વરૂપ સ્વામીને પણ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું તારે બોલતા શીખવાનું છે 

કોરોના ગાઇડલાઇનના નામે વિવાદ દબાવવાનો પ્રયાસ

બીજી તરફ હરિધામ સોખડા મંદિરનો વિવાદનો મામલો સામે આવતાં કોરોના ગાઇડલાઇનના નામે સોખડા મંદિરના સંચાલકોએ દર્શનાર્થીઓ માટે મંદિરના ગેટ બંધ કરી દીધા છે. હરિધામ સોખડામાં કોઇ પણ વ્યક્તિને બહારથી અંદર પ્રવેશ નથી અપાઇ રહ્યો. જો કે લોકોના મુખે મંદિરમાં ગાદીપતિ માટેનું ધર્મયુદ્ધ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. મંદિરમાં સંતો અને અનુયાયીઓ બે ભાગમાં વહેંચાયા છે. તેમજ ગાદી માટે બંધ મંદિરમાં ખેંચમતાણી હોવાની ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે.  બીજી તરફ મંદિરના સંતો પર મહિલા સેવિકાઓએ ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ