બ્રેકિંગ ન્યુઝ
VTV / Artificial Sun Italian Village There was no sunlight in the village for months
Megha
Last Updated: 03:03 PM, 17 April 2024
એક તરફ જ્યાં લોકો ગરમી અને તડકાથી પરેશાન છે તો બીજી તરફ એક એવું ગામ છે જ્યાંના લોકો સૂરજના તડકાને એમના ઘર સુધી લઈ આવ્યા છે. એ વાત તો જાણીતી જ છે કે દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશ નથી પંહોચતો. હવે આવા જ એક ગામના લોકોને સૂર્યપ્રકાશ ન મળ્યો ત્યારે તેનો ઉકેલ શોધી લાવ્યા અને આ ગામના લોકોએ પોતાનો સૂર્ય બનાવ્યો હતો.
ADVERTISEMENT
The villages of Rjukan, Norway, and Viganella, Italy, are both situated in deep valleys where mountains block the sun's rays for up to six months every year.
— Historic Vids (@historyinmemes) December 13, 2023
To illuminate those darker winter months, the two towns have built gigantic mirrors that track the sun and reflect… pic.twitter.com/KMcUTMJIVn
ADVERTISEMENT
ઇટાલિયન-સ્વિસ બોર્ડર પર પહાડો વચ્ચે આવેલું નાનકડું ગામ વિગાનેલા વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું હતું. થતું એવું કે પહાડોથી ઘેરાયેલું આ ગામમાં દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરીના ત્રણ મહિના સુધી અંધકારમાં ડૂબી જતું હતું, કારણ કે પર્વતોને કારણે સૂર્યપ્રકાશ ગામ પર પડતો નહતો.
સૂર્યપ્રકાશનો અભાવ આ ગામ માટે મોટી સમસ્યા બની ગયો હતો. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગામના લોકોએ સૂર્યને પૃથ્વી પર ઉતાર્યો હતો. હકીકતમાં, તેણે સૂર્યપ્રકાશ માટે એવી વ્યવસ્થા કરી છે કે દરેક લોકો એમ કહે છે એક એમને પોતાના માટે એક અલગ સૂર્ય બનાવ્યો છે.
The case of the Norwegian town of Rjukan and the Italian town of Viganella, which built a giant mirror to deflect the Sun and illuminate the shadow where they sit [read more: https://t.co/pihWpfsi37 and more: https://t.co/VmiIOWLaL8] pic.twitter.com/wrJGAWDzJV
— Massimo (@Rainmaker1973) March 30, 2022
રિપોર્ટ અનુસાર નવેમ્બર બાદ ગામના લોકોને સીધો ફેબ્રુઆરી મહિનામાં ફરીથી સૂર્ય જોવા મળતો હતો. વર્ષ 2005માં વિગ્નેલા મેયર પિયરફ્રેન્કો મિડાલીની મદદથી લગભગ 1 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. પછી ગામની સામેના પર્વત પર વિશાળ અરીસો લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
નવેમ્બર 2006 સુધીમાં, ગ્રામજનોએ 1100 મીટરની ઉંચાઈ પર સ્થિત પર્વતનો 40-ચોરસ-મીટરનો અરીસો લગાવ્યો હતો. જેના દ્વારા સૂર્યપ્રકાશ પ્રતિબિંબિત થઈને ગામમાં પહોંચે છે. ગામમાં લગભગ 200 લોકો રહે છે. તેઓ આ કૃત્રિમ સૂર્યમાંથી લગભગ 6 કલાક પ્રકાશ મેળવે છે.
જણાવી દઈએ કે જે અરીસા દ્વારા સૂર્યપ્રકાશ ગામમાં પહોંચે છે તેનું વજન 1.1 ટન છે. તે કોમ્પ્યુટરની મદદથી ઓપરેટ થાય છે. પિયર ફ્રાન્કો મિડાલીએ કહ્યું હતું કે આ સામગ્રી 95 ટકા સૂર્યપ્રકાશને રૂપાંતરિત કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.