બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Aren't men raped? Why did Owaisi raise questions on new laws?

ક્રિમિનલ લો / શું પુરુષો સાથે બળાત્કાર નથી થતો? તમને ખબર જ નથી…: ઓવૈસીએ નવા કાયદાઓ પર જુઓ કેમ ઉઠાવ્યા સવાલ

Megha

Last Updated: 10:54 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું, 'શું બળાત્કાર માત્ર મહિલાઓ સાથે જ થાય છે? શું પુરુષો પર બળાત્કાર નથી થતો? બિલમાં આ અંગે કોઈ જોગવાઈ નથી.

  • લોકસભામાં ક્રિમિનલ લો સાથે જોડાયેલ ત્રણ બિલ બુધવારે પાસ થયા
  • ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન ઘણા મુદ્દા ઉઠાવીને દલીલો કરી 
  • શું બળાત્કાર માત્ર મહિલાઓ સાથે જ થાય છે? પુરુષો પર બળાત્કાર નથી થતો?

લોકસભામાં ક્રિમિનલ લો સાથે જોડાયેલ ત્રણ બિલ બુધવારે પાસ થયા હતા અને આ ત્રણ બિલો પરની ચર્ચા સમયે ઘણી દલીલો થઈ હતી. એવામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન એટલે કે AIMIMના પ્રમુખ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન ઘણા મુદ્દા ઉઠાવીને દલીલો કરી હતી. 

ઓવૈસીએ આ દલીલો દરમિયાન કેટલાક પુરુષો સામે થતી શારીરિક સતામણી વિશે મુદ્દાઓ ઉઠાવ્યા હતા પણ જ્યારે તેમણે આ કહ્યું તો કેટલાક સંસદના સભ્યો હસવા લાગ્યા, જેના પર ઓવૈસીએ કહ્યું કે કદાચ તમને ખબર નથી પણ આવું થાય છે અને આ માટે કાયદાને તટસ્થ બનાવવાની જરૂર છે.   

ગઇકાલે લોકસભામાં જે ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા છે તેમાં ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ 2023, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ (સેકન્ડ) કોડ 2023 અને ઇન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ 2023નો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહના વિગતવાર જવાબ બાદ તેને વોઇસ વોટથી મંજૂર કરવામાં આવ્યો હતો. આ ત્રણ બિલ ભારતીય દંડ સંહિતા (IPC), 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), 1898 અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ને બદલવા માટે લાવવામાં આવ્યા છે.

બિલ ઓવૈસીએ શું દલીલ કરી? જાણો 
લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું, 'શું બળાત્કાર માત્ર મહિલાઓ સાથે જ થાય છે? શું પુરુષો પર બળાત્કાર નથી થતો? બિલમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. હવે થયું એવું કે જ્યારે ઓવૈસીએ આ કહ્યું તો કેટલાક સભ્યો હસવા લાગ્યા હતા, આ જોઇને ઓવૈસીએ કહ્યું, 'તમે હસી રહ્યા છો. કદાચ તમને ખબર નથી પણ આવું થાય છે. જો કે તમારું હાસ્ય એવું બતાવી રહ્યું છે કે તમે જાણો છો કે આવું કોની સાથે થયું છે.' આ દલીલમાં સાથ પૂરતા જસ્ટિસ જેએસ વર્માએ કહ્યું કે બિલને લિંગ તટસ્થ એટલે કે જેન્ડર ન્યૂટ્રલ બનાવવું જોઈએ.'

આ સાથે જ ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કલમ 69માં લવ જેહાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે તેને સાબિત કરી શકશો નહીં. આમાં તમારે જણાવવું પડશે કે ઓળખ છુપાવીને સંબંધ બનાવવામાં આવ્યા છે. એટલે કે જો કોઈ સ્ત્રી મોનુ માનેસર કે ચોમુ ચંડીગઢના પ્રેમમાં હોય. પછીથી, જો તેને ખબર પડે કે તે ચંદીગઢ કે માનેસરનો નથી, તો શું કલમ 69 અમલમાં આવશે? જો કોઈનું નામ મુસ્લિમોના નામની જેમ સામાન્ય હોય, તો શું આ કલમ લાગુ પડશે?'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ