ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજે બેસતા વર્ષે બેંકોમાં રજા કે રાબેતા મુજબ કામકાજ, જાણો કયા રાજ્યોમાં રહેશે રજા!

photo-story

4 ફોટો ગેલેરી

કામની વાત / આજે બેસતા વર્ષે બેંકોમાં રજા કે રાબેતા મુજબ કામકાજ, જાણો કયા રાજ્યોમાં રહેશે રજા!

Last Updated: 08:42 AM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે 10 નવેમ્બરે બેંકમાં જવાનું આયોજન છે? તો પહેલાં જાણી લો કે ગુજરાત સહિત કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે અને ક્યાં સામાન્ય કામકાજ ચાલુ રહેશે. આ સાથે જ નવેમ્બર મહિનાની આગામી બેંક રજાઓ અને UPI, ATM જેવી ડિજિટલ સેવાઓ વિષે પણ જાણીએ.

1/4

photoStories-logo

1. આજે બેંક બંધ કે ચાલુ?

જો આજે એટલે કે 10 નવેમ્બર, મંગળવારના રોજ તમારે બેંકમાં કોઈ મહત્ત્વનું કામ હોય, તો ઘરેથી નીકળતાં પહેલાં આ સમાચાર જાણી લેવા ખૂબ જરૂરી છે. દિવાળીના તહેવાર બાદ આજે પણ દેશનાં કેટલાંક રાજ્યોમાં બેંકોમાં રજા જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના બેંક ગ્રાહકો માટે આ સમાચાર મહત્ત્વના છે. દિવાળી બલી પ્રતિપદા, ગોવર્ધન પૂજા અને વિક્રમ સંવતના નવા વર્ષની ઉજવણીને કારણે અનેક શહેરોમાં બેંકની શાખાઓ બંધ રહેશે. તો ચાલો જાણીએ કે આજે કયા શહેરોમાં બેંકો બંધ રહેશે અને ક્યાં સામાન્ય કામગીરી ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. આરબીઆઈ કેલેન્ડર

આરબીઆઈના નવેમ્બર 2026ના હોલિડે કેલેન્ડર મુજબ આજે ગુજરાતના અમદાવાદ, મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર અને બેલાપુર, કર્ણાટકના બેંગલુરુ, ઉત્તરાખંડના દેહરાદૂન અને સિક્કિમના ગાંગટોકમાં બેંકો બંધ રહેશે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજે બેંકો ખુલ્લી રહેશે. જોકે યુપીમાં 11 નવેમ્બરે ભાઈ બીજ, ચિત્રગુપ્ત જયંતી અને લક્ષ્મી પૂજાને કારણે અમુક શહેરોમાં બેંકો બંધ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. નવેમ્બર મહિનામાં બીજી રજાઓ

નવેમ્બર મહિનામાં પણ અલગ-અલગ તહેવારોને કારણે બેંકોમાં રજાઓ રહેશે. 11 નવેમ્બર, બુધવારના રોજ ભાઈબીજ, ચિત્રગુપ્ત જયંતિ અને લક્ષ્મી પૂજાના કારણે બેંકો બંધ રહેશે. ત્યારબાદ 13 નવેમ્બર, શુક્રવારના રોજ વાંગલા ફેસ્ટિવલ નિમિત્તે રજા રહેશે. 16 નવેમ્બર, સોમવારે છઠ પૂજા અને 20 નવેમ્બર, શુક્રવારે ઇગાસ-બગ્વાલના કારણે બેંકિંગ કામગીરી બંધ રહેશે. આ ઉપરાંત 23 નવેમ્બર, સોમવારે સેંગ કુટ સ્નેમ, 24 નવેમ્બર, મંગળવારે ગુરુ નાનક જયંતિ અને કારતક પૂર્ણિમા તથા 27 નવેમ્બર, શુક્રવારે કનકદાસ જયંતિ નિમિત્તે વિવિધ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. અન્ય સેવાઓ ચાલુ

બેંક શાખાઓ બંધ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને એટીએમ દ્વારા પૈસા ટ્રાન્સફર, બેલેન્સ ચેક અને કેશ કાઢવાની સુવિધા ચાલુ રહે છે. જરૂરી કામ હોય તો પોતાના શહેરની બેંક હોલિડે અગાઉથી ચકાસી લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RBI Bank Holiday Bank Holiday November Bank Holiday Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ