બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 02:59 PM, 26 September 2023
ADVERTISEMENT
61 વર્ષીય અર્ચના પૂરન સિંહનું હાસ્ય જોઈને દર્શકોનું પોતાની સ્માઈલ કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય છે. કપિલ શર્મા પણ અર્ચનાની હંસી બાબતે તેમની મજાક ઉડાવતા રહે છે. તમને ખબર છે કે, અર્ચના પૂરન સિંહ આવી હંસી માટે કેટલો ચાર્જ લે છે, તે જાણીને તમને નવાઈ લાગશે. તેમના 61માં જન્મદિવસે તેમની કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ.
એક એપિસોડના 10 લાખ
હાલમાં કપિલ શર્માનો શો ઓફએર છે. છેલ્લા કેટલાક વર્ષથી અર્ચના પૂરન સિંહ ‘ધ કપિલ શર્મા’શોમાં જોવા મળી રહી છે. અર્ચના પૂરન સિંહના કેટલાક સ્પેસિફિક ડાયલોગ હોય છે, કોઈ એક્ટ કરવાનો રહેતો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર અર્ચના પૂરન સિંહ એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા ફી લે છે.
ADVERTISEMENT
ટીવીમાં કામ કર્યું છે
અર્ચના પૂરન સિંહે અનેક ટીવી શોમાં કામ કર્યું છે. જેમાં ‘શ્રીમાન શ્રીમતિ’, ‘જાને ભી દો યારો’, ‘નહલે પે દહલા’ અને ‘વાહ ક્યા સીન’ પણ શામેલ છે. ઉપરાંત અન્ય ટીવી શોઝ હોસ્ટ કર્યા છે, જેમાં ‘ઝલક દિખલાજા’ અને ‘કહો ના યાર’ શામેલ છે.
ફિલ્મોમાં પણ કામ કર્યું છે
અર્ચના પૂરન સિંહે ટીવી શોઝની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મોમાં ‘રાજા હિંદુસ્તાની’, ‘મોહબ્બતે’, ‘અગ્નિપથ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘બોલ બચ્ચન’, ‘આગ કા ગોલા’, ‘આશિક આવારા’ અને ‘મહાકાલ’ શામેલ છે.
લગ્ન માટે પંડિતને પૈસા આપ્યા
અર્ચના પૂરન સિંહે ફેમસ એક્ટર પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે, પરંતુ શું તમને ખબર છે કે આ અભિનેત્રીએ લગ્ન કરવા માટે પંડિતને પૈસા આપ્યા હતા. અર્ચના પૂરન સિંહે પરમીત સાથે બીજા લગ્ન કર્યા છે, અર્ચના પૂરન સિંહે પરમીત પહેલા અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પછી તેમનું તલાક થઈ ગયું. અર્ચના પૂરન સિંહે ‘ધ કપિલ શર્મા’ના શોમાં જણાવ્યું હતું કે, તેમણે રાત્રે 11 વાગ્યે પરમીત સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પંડિત મુહૂર્ત માટે સમજાવતા હતા, ત્યારે પૈસા આપીને બીજા દિવસે સવારે 11 વાગ્યે લગ્ન કરી લીધા. અર્ચના અને પરમીતના બે પુત્ર છે- આર્યમન સેઠી અને આયુષ્માન સેઠી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT