બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Another Zil on the Verge of Collapse in Sikkim: 26 Killed So Far, Over 1200 Houses Destroyed

આફતનું પૂર / સિક્કિમમાં વધુ એક ઝીલ તૂટવાની કગાર પર: નાગરિકોને હટાવવાની કામગીરી શરૂ, અત્યાર સુધીમાં 26નાં મોત, 1200થી વધુ ઘરો તબાહ

Megha

Last Updated: 09:12 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહીવટીતંત્રએ માંગન જિલ્લાના શાકો ચો તળાવના કિનારે રહેતા લોકોને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે.

  • સિક્કિમમાં પૂરનો ખતરો હજુ ટળ્યો નથી
  • લોકો માટે ફરી એલર્ટ જારી કરવામાં આવ્યું છે
  • અત્યાર સુધી 26ના મોત તો 143 લોકો હજુ લાપતા 

સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. શાકો ચો ગ્લેશિયલ તળાવ થંગુ ગામની ઉપર છે. આ તળાવ 1.3 કિમી લાંબુ છે અને ગામ તેનાથી માત્ર 12 કિમી દૂર છે. આ કારણે અધિકારીઓ આસપાસના વિસ્તાર ખાલી કરવી રહ્યા છે. 

લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે
ગંગટોક જિલ્લા મેજિસ્ટ્રેટ તુશારે નિખારેએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ડેટાએ શાકો ચો ઉપરના ગ્લેશિયરના તાપમાનમાં અસામાન્ય વધારો દર્શાવ્યો છે. જો તાપમાન સ્થિર થશે તો કોઈ સમસ્યા નહીં થાય પણ જો નહીં થાય અને અચાનક પાણીનો પ્રવાહ તેમ આવશે તો તળાવ ફાટી શકે છે. એટલે સાવચેતીના પગલા તરીકે લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

26 લોકોના મોત તો 143 લોકો હજુ પણ લાપતા 
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી કે સિક્કિમમાં તિસ્તા નદીમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યાના ત્રણ દિવસ પછી પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં સેનાના સાત જવાનો પણ સામેલ છે. હજુ  બચાવ કાર્ય સતત ચાલુ છે.

પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા
અધિકારીઓએ જણાવ્યું કે 15 સૈનિકો સહિત કુલ 143 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે લગભગ 2,413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યભરમાં સ્થાપિત 22 રાહત શિબિરોમાં 6875 લોકો રહે છે. 

શાળાઓ, કોલેજો 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ
સિક્કિમમાં પૂર અને ખરાબ હવામાનને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલ
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે આપત્તિ બાદથી 2,011 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 22,034 લોકોને અસર થઈ છે. આ સાથે જ એમને કહ્યું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ,વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. આ પ્રવાસીઓનું સ્થળાંતર એ પ્રાથમિકતા છે અને તેમને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે. 

સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે
વિવિધ એજન્સીઓ અને સિક્કિમ સરકારના રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ