બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Another video of a person doing stunts in Surat went viral, police launched a search

બેફામ / VIDEO : હવે સુરતના યુવાન પર ચઢ્યું 'દેખાડાનું ભૂત', જીવના જોખમે બાઈક પર કર્યા ખતરનાક સ્ટંટ

Dinesh

Last Updated: 10:07 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે

 

  • સુરતમાં વધુ એક સ્ટંટબાજનો વીડિયો વાયરલ 
  • વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં
  • સ્ટંટબાજની પોલીસે શોધખોળ હાથ ધરી 


જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. સુરતમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

સ્ટંટબાજો બેફામ 
સુરતમાં સ્ટંટબાજો બેફામ બન્યાં છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક કઈ રીતે બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે. આ વીડિયો સુરતના પાલ વિસ્તારના ગૌરવપથનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે
જોકે આવા સ્ટંટબાજો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. કારણ કે પોલીસ આવા સ્ટંટબાજો પર કડક કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં એક બાદ એક આવા જોખમી સ્ટંટના વીડિયો સામે આવી રહ્યાં છે. જે સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, ત્યારે આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે.

વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે
જોકે આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને સુરત તેમાં સ્ટંટ માટે ફેમસ બનતું જઈ રહ્યું છે. જોકે સુરત પોલીસે આવા સ્ટંટબાજોને અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે, પરંતુ આવા સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ