બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Another Video by Jay Vasavado on the issue of Rajkot International Airport

વિવાદ / 'મને રાજકારણમાં રસ નથી, પરંતુ કેટલાંકે આમાં પોલિટિક્સ શરૂ કરી', રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે જય વસાવડાનો વધુ એક Video સામે આવ્યો

Kishor

Last Updated: 05:30 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મને પક્ષ વિપક્ષના રાજકારણમાં જરા પણ રસના હોવાના ઉલ્લેખ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે જય વસાવડાએ વધુ એક વીડિયો બનાવી વાયરલ કર્યો છે.

  • રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે જય વસાવડાનો નવો વીડિયો 
  • અગાઉના વીડિયોમાં જય વસાવડાએ જનતાને પડતી મુશ્કેલીનો કર્યો હતો ઉલ્લેખ
  • વિડીયો મામલે રાજકારણ ગરમાતા જય વસાવડાએ બીજો વીડિયો મુક્યો

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે જય વસાવડાનો વધુ એક વીડિયો આવ્યો છે. અગાઉના વીડિયોમાં જય વસાવડાએ જનતાને પડતી મુશ્કેલીના ઉલ્લેખ કર્યો હતો. જે મામલે રાજકારણ ગરમાતા જય વસાવડાએ બીજો વીડિયો મૂકી ફોડ પાડ્યો છે. તેમણે કહ્યું કે મને પક્ષ વિપક્ષના રાજકારણમાં સહેજ પણ રસ નથી. પરંતુ કેટલાંકે આમાં પોલિટિક્સ શરૂ કરી. 'મારો સવાલ એક જ છે કે જો કેટલીક સુવિધાઓ અધુરી છે તો લોકાર્પણ માટે આટલી ઉતાવળ કરવાની ક્યા જરૂર હતી? 

મને પક્ષ વિપક્ષના રાજકારણમાં રસ નથી  : જય વસાવડા

વધુમાં તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીનો હું મોટો ચાહક છું અને એમના નામ સાથે જોડાયેલી વસ્તુમાં અસુવિધા હોય તે મને ચાહક તરીકે યોગ્ય ન લાગે એટલા માટે મારે વાત મુકવી પડી! પાણી ઉપરાંત સાઈનબોર્ડ, રસ્તા સહિતની સુવિધાનો અભાવ હોવાનો તેમણે વીડિયોમા ઉલ્લેખ કર્યો હતો.

એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ કરાઇ : વી. પી. વૈષ્ણવ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે 'નવુ એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ કરાઇ હોય તેવું લાગી રહ્યું છે'
'એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું પણ સુવિધાઓ હજુ એ કક્ષાની નથી'. તથા 'જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નવું એરપોર્ટ શરૂ કરવામાં આવનાર છે'
'ત્યાં સુધી રાજકોટનું ડોમેસ્ટિક એરપોર્ટ ચાલુ રાખવું જોઇએ'. 'અમે CM, સાંસદ, એરપોર્ટ ઓથોરિટીને સુવિધા અંગે માગ કરી' હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સાંસદ રામ મોકરિયાનું નિવેદન 

નવા બનેલા એરપોર્ટની સુવિધાને લઇ જય વસાવડાએ પ્રશ્નો ઉઠાવ્યા બાદ રાજકોટ એરપોર્ટને લઇ ભાજપના સાંસદ રામ મોકરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે નાની-મોટી બાબત હોય તો પ્રશ્ન ઉકેલવા સૂચના આપી હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે આ માત્ર કામ ચલાઉ એરપોર્ટ શરૂ થયું છે. બીજી તરફ પોતે પણ 2 દિવસમાં એરપોર્ટની મુલાકાત લેશે તેવો મોકરિયાએ દાવો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ