બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / andhra pradesh assembly election 2024 actor vishal chandrababu naidu jagan mohan reddy

આંધ્રપ્રદેશ / ચૂંટણી લડવા અંગે સાઉથના દિગ્ગજ એક્ટરનું મોટું એલાન, કહ્યું હું ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ...., જુઓ શું નિવેદન આપ્યું

MayurN

Last Updated: 09:28 AM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા વિશાલે આંધ્ર પ્રદેશની કુપ્પમ વિધાનસભા બેઠક પરથી તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સામે ચૂંટણી લડવાની શક્યતા નકારી કાઢી હતી.

  • આંધ્રપ્રદેશમાં આવનારી ચુંટણીને લઈને તૈયારીઓ
  • અભિનેતા વિશાલે ચુંટણીને લઈને અભિપ્રાય આપ્યો
  • ચંદ્રબાબુ નાયડુ સામે ચૂંટણી લડવાની શક્યતા નકારી

દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા વિશાલે આંધ્ર પ્રદેશની કુપ્પમ વિધાનસભા બેઠક પરથી તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ સામે ચૂંટણી લડવાની શક્યતા નકારી કાઢી હતી. તેણે કહ્યું કે તે કુપ્પમ મતવિસ્તાર બેઠક પરથી ચૂંટણી લડશે નહીં. દરમિયાન, લોકપ્રિય અભિનેતા અને તમિલ ફિલ્મ નિર્માતા વિશાલે મંગળવારે કહ્યું હતું કે તેઓ નાયડુ કરતાં મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીને વધુ પસંદ કરે છે.

લોકોની સેવા કરવા રાજકારણમાં આવવની જરૂર નથી
તેમણે કહ્યું, 'હું ચંદ્રબાબુ નાયડુના પ્રતિસ્પર્ધી તરીકે કુપ્પમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો નથી. જોકે કુપ્પમ મતવિસ્તારમાં અમારો ઘણો વ્યવસાય છે. વિશાલે કહ્યું કે લોકોની સેવા કરવા માટે તેને રાજકારણમાં આવવાની કોઈ જરૂર નથી. આ દરમિયાન વિશાલે કહ્યું કે 'પ્રજાની સેવા કરનાર દરેક વ્યક્તિ રાજકારણી છે.

ચુંટણીમાં ભાગ લેશે નહી
જ્યારે અભિનેતા વિશાલને પૂછવામાં આવ્યું કે શું તે નજીકના ભવિષ્યમાં રાજકારણમાં જોડાશે તો તેણે કહ્યું, 'હું ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. મને કુપ્પમ મતવિસ્તાર વિશે બધું જ ખબર છે. હું ધારાસભ્યો કરતાં અભિનેતા તરીકે વધુ કમાણી કરું છું. વિશાલે કહ્યું કે જે લોકો લોકોની સેવા કરે છે તે રાજકારણી છે.

2024 માં વિધાનસભા ચુંટણી
તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં 2024માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 175 બેઠકો સાથે આંધ્રપ્રદેશમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં, YSRCP એ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી, ત્યારબાદ જગન મોહન રેડ્ડી રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. તમામ પક્ષોએ 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ