બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / anchor fainted after reading the Hitwave news, panicking in the studio

VIDEO / હિટવેવના સમાચાર વાંચતાં વાંચતાં બેહોશ થઈ ગઈ એન્કર, સ્ટુડિયોમાં અફરાતફરી

Ajit Jadeja

Last Updated: 10:09 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીટવેવના સમાચાર સંભળાવતી વખતે લાઈવ ટીવી પર દૂરદર્શનના એન્કર અચાનક બેહોશ થઈ ગયા

ઉનાળો આકરો બની રહ્યો છે. દેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે હવે ગરમી લોકો માટે પરેશાનીનું કારણ બની રહી છે. વધતા તાપમાન અને હીટવેવના સમાચાર સંભળાવતી વખતે લાઈવ ટીવી પર દૂરદર્શનના એક એન્કર અચાનક બેહોશ થઈ ગયા જેના કારણે સ્ટુડિયોમાં અફરાતફરી મચી ગઇ હતી.

દૂરદર્શનની એન્કરનું નામ લોપામુદ્રા સિન્હા છે, જે દૂરદર્શન પર લાઈવ ટીવી પર હીટવેવ સંબંધિત સમાચાર વાંચી રહી હતી અને આ દરમિયાન તે બેહોશ થઈ ગઈ. બાદમાં તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે લોપામુદ્રા પશ્ચિમ બંગાળ દૂરદર્શનની કોલકાતા શાખામાં કામ કરે છે. લોપામુદ્રા સિન્હા એ ફેસબુક પર પોતાની તબિયત અંગે અપડેટ આપી હતી. તેણે કહ્યું કે લાઈવ ન્યૂઝ દરમિયાન મારું બીપી નોંધપાત્ર રીતે ઘટી ગયું અને હું બેહોશ થઈ ગઈ હતી. હું બીમારી અનુભવતી હતી. મેં વિચાર્યું કે થોડું પાણી પીવાથી તે ઠીક થઈ જશે પણ તે વખતે ઠીક થઇ શકી ન હતી.

 

બીપીની સમસ્યાને કારણે બેહોશ થઈ ગયા

તેણીએ કહ્યું કે હું ક્યારેય સમાચાર વાંચવા પાણી સાથે નથી બેસતી, પછી ભલે તે 10 મિનિટના સમાચાર હોય કે અડધા કલાકના સમાચાર. મેં ફ્લોર મેનેજર તરફ ઈશારો કર્યો અને પાણીની બોટલ માંગી, પરંતુ જ્યારે હું બેહોશ થઈ ત્યારે સમાચાર ચાલી રહ્યા હતા તેથી હું પાણી પી શકી ન હતી. સ્ટુડિયોમાં બેહોસ થઇ જવા પર તેણીએ વધુમાં કહ્યું કે મેં વિચાર્યું કે હું બાકીની ચાર સમાચાર વાર્તાઓ પૂરી કરી શકીશ. મેં કોઈક રીતે બે પૂર્ણ કર્યા હતા.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની તબિયત બગડી, રાંચીમાં ઈન્ડી એલાયન્સ રેલીમાં નહીં થાય સામેલ, મધ્યપ્રદેશ પ્રવાસ પણ રદ

હીટવેવના સમાચાર વાંચતા બેહોશ થઈ ગયા

લોપામુદ્રાએ કહ્યું કે હું સમાચાર વાચી રહી હતી. ત્રીજી સમાચાર હીટવેવ વિશે હતા અને તે વાંચતી વખતે મને ધીમે ધીમે ચક્કર આવવા લાગ્યા. મેં વિચાર્યું કે હું તેને વાચી પુરા કરી શકીશ મારી શરીરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક હું કંઈ જોઇ શકતી ન હતી. ટેલિપ્રોમ્પ્ટર ઝાંખું થઈ ગયું અને મારી આંખો અંધારા આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે એપ્રિલની શરૂઆતથી પશ્ચિમ બંગાળમાં પારો વધી રહ્યો છે. અહીંના બર્દવાન જિલ્લાના પનાગઢમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન (42.5 ડિગ્રી સેલ્સિયસ) નોંધાયું છે, જ્યારે IMD એ આગાહી કરી છે કે દક્ષિણ બંગાળના અન્ય વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં વધુ ગરમી જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ