બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Anant Ambani likes to come to Jamnagar on weekends, see what he said

Vantara / વીકેન્ડમાં જામનગરમાં આવવાનું પસંદ કરે છે અનંત અંબાણી, પ્રકૃતિ પ્રેમને લઈને જુઓ શું કહ્યું

Megha

Last Updated: 01:57 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણીએ વન્યજીવો માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર છે. વન્યજીવોના સંરક્ષણ પર કહ્યું કે અવાજ વિનાની સેવા કરવી એ સૌથી મોટી સેવા છે.

Anant Ambani: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની લાઈફસ્ટાઈલ અને મોંઘા શોખ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી બાદ હવે અનંત અંબાણી રિલાયન્સની સંપૂર્ણ કમાન સંભાળવા જઈ રહ્યા છે.  

Vantara has been built by Reliance in Jamnagar What is it finally?

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. એવામાં પ્રી-વેડિંગ પહેલા અનંતે એક ઈન્ટરવ્યુમાં વન્યજીવો પ્રત્યેના તેમના પ્રેમ સહિત અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે. સાથે જ અનંત અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈના જેટલા જ જામનગરના છે.  

આ પ્રી-વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણીની એક અલગ જ ચેહરો લોકોની સામે આવી હતી. તેણે પોતે વન્યજીવો પ્રત્યેના પ્રેમ અને તેના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. અનંત અંબાણીના આ રૂપને જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.

અનંત અંબાણીએ વન્યજીવો માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર છે. વન્યજીવોના સંરક્ષણ પર વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ મારો જુસ્સો છે, અવાજ વિનાની સેવા કરવી એ સૌથી મોટી સેવા છે. હું મારી માતા પાસેથી પ્રાણીઓની સેવા કરવાનું શીખ્યો છું. 

અનંત અંબાણીએ કહ્યું કે તેઓ માત્ર વન્યજીવ માટે જ જીવે છે. તે વિચારે છે કે દરરોજ કેટલા જીવ બચાવી શકાય. આ કામ માટે તે દરરોજ લગભગ બે કલાક કાઢે છે. સાથે જ વંતરા પ્રોગ્રામ હેઠળ તેઓ પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાની હેલ્થકેર, હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ખોલ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે પણ જોડાયા છે.

આગળ વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું કે જામનગર તેમનું ઘર છે. તેથી તે મોટાભાગે ત્યાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ રજા મળે ત્યારે તે જામનગર ચોક્કસ જતો રહે છે.

વધુ વાંચો: જામનગરમાં રિલાયન્સે ઊભું કરેલ વનતારા આખરે છે શું? અનંત અંબાણીએ જણાવી ખાસ વાતો

આ સિવાય તેણે આગળ વાત કરતા જણાવ્યું કે તેની માતા નીતા અંબાણીએ જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું હતું. 1995થી માતાએ ખૂબ જ મહેનત કરી છે. માતાએ જામનગરમાં ટાઉનશીપ બનાવી. અહીં તેણે રૂ. 8.5 કરોડનું વાવેતર કર્યું. આજે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Anant Ambani and Radhika Merchant Vantara વનતારા રેસ્ક્યુ સેન્ટર Anant Ambani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ