બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An underground godown of liquor was caught from Bediya village of Gir-Gahda

ગીર-સોમનાથ / દારુબંધીના લીરા ઉડ્યા,ખોદી જમીન નિકળ્યો દારુ,ગીર ગઢડાના બેડીયા ગામે અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયુ, 320 પેટીદારૂ જપ્ત

Kishor

Last Updated: 12:35 AM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર-ગઢડાના બેડીયા ગામમાંથી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયું હતું જેમાં તપાસ હાથ ધરી પોલીસે 320 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

  • ગીર-સોમનાથ જિલ્લામાં દારૂબંધીના લીરા ઉડ્યા
  • ગીર-ગઢડાના બેડીયા ગામમાંથી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન ઝડપાયું
  • ગોડાઉનમાંથી 320 પેટી વિદેશી દારૂ જપ્ત

ગીર-સોમનાથ જિલ્લામાં દારૂબંધીના લીરા ઉડ્યા હતા. ગીર-ગઢડાના બેડીયા ગામમાંથી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન નીકળ્યુ હતુ જેને લઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસથી બચવા બુટલેગરે નવતર કિમીયો અજમાવ્યો હતો અને જમીનની અંદર આખો રુમ બનાવી ગોડાઉન બનાવી નાખ્યુ હતુ.ગોડાઉનમાંથી 320 પેટી વિદેશી દારૂ કર્યો જપ્ત કર્યો હતો અને બે આરોપી ધરપકડ કરી હતી. સાથે પોલીસે અન્ય એક રેડમા 36 બોટલ દારુ પકડ્યો હતો.

કુખ્યાત બુટલેગરોએ જમીનમાં ચોરખાનું બનાવ્યુ પણ ખાખીથી ન બચી શક્યા

પોલીસે પ્રથમ વાડીમાં પડેલા એક ટ્રેક્ટર ટ્રોલીમાં તાલપત્રી નીચે છુપાવેલો વિદેશી દારૂની 54 પેટીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ઉનાના ઉમેજ ગામના કુખ્યાત બુટલેગર દીપક ઉર્ફે દીપુ ઉકા જાદવ તથા તેનો ભાણેજ સામેતર ગામનો સિદ્ધરાજ ગોહીલ બંનેની પૂછપરછ કરતાં વાડીના ખૂણામાં નવા બની રહેલા મકાનની બાજુમાં જમીનમાં બનાવેલું ચોરખાનું બતાવ્યું હતું. જેમાં તપાસ કરતા મોટો જથ્થો જોવા મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વિદેશી દારૂની 250 પેટી તથા 20 પેટી બીયરની મળી આવી હતી. આમ આ દરોડામાં કુલ વિદેશી દારૂની 304 પેટી તથા બીયરની 20 પેટીઓ મળી આવી હતી. જેની કુલ કિં. રૂ.15,07,200ના જથ્થા ઉપરાંત વાડીમાંથી દારૂની હેરાફેરી માટે રખાયેલા ટ્રેકટર-ટ્રોલી 3, બે મોબાઈલ મળી કુલ રૂ. 30.17 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો.

દારૂની ખેપ મારવાની પેરવીમાં હતા બુટલેગરો

અંગ્રેજી દારૂની હેરફેરની પ્રવૃત્તિ ડામી દેવા પોલીસ વિભાગ હરક્તમાં આવી કામગીરી કરી રહ્યું છે. ત્યારે ગતરાત્રીના વિદેશી દારૂની હેરફેરના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલસીબીના પ્રવીણ મોરી, રાજુ ગઢિયાને બાતમી મળેલી કે, ઉમેજ ગામના કુખ્યાત બુટલેગર દીપુ જાદવે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેની તે હેરાફેરી કરવાની ફિરાકમાં છે. જેના આધારે એલસીબીના પીઆઈ એ.એસ.ચાવડા, પીએસઆઈ વી.કે. ઝાલાએ સ્ટાફે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ