બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns

ક્રાઈમ / ડરામણું ! દિલ્હી એરપોર્ટ પર ઈન્ડીયન કપલની ટ્રોલીમાંથી નીકળી બંદૂક જ બંદૂક, ગણતા અધિકારીઓને પરસેવો પડ્યો

Hiralal

Last Updated: 05:51 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિએતનામથી આવેલ એક ઈન્ડીયન કપલની 45 બંદૂકો સાથે દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

  • ભારતીય કપલની શસ્ત્રોની મોટી દાણચોરી
  • વિએતનામથી 45 બંદૂકો લઈને દિલ્હી આવ્યું 
  • દિલ્હી એરપોર્ટ પર થઈ અટકાયત 
  • અગાઉની તસ્કરીમાં પણ 25 બંદૂક લાવ્યાં હતા

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હથિયારોના જથ્થા સાથે દાણચોરના પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. વિયેતનામનું એક ભારતીય દંપતી મોટી સંખ્યામાં શસ્ત્રો સાથે પકડાયું છે. તેમની પાસે રહેલી બે ટ્રોલી બેગમાંથી 22 લાખ રૂપિયાથી વધુની કિંમતની 45 જેટલી બંદૂકો કબજે કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બંને પતિ-પત્નીએ અગાઉ 12 લાખથી વધુની કિંમતની 25 બંદૂકોની દાણચોરીમાં પણ પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી છે. કસ્ટમ કમિશ્નર, આઇજીઆઇ એરપોર્ટ અને જનરલે આપી છે.

ઈન્ડીયન કપલ વિએતનામથી આવ્યું હતું 
એક વરિષ્ઠ કસ્ટમ અધિકારીએ કહ્યું કે  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ હથિયાર દાણચોર પતિ-પત્નીની ધરપકડ કરી છે. બંને બંદૂકો ભરેલી બે બેગ લઈને વિયેતનામથી ભારત આવ્યા હતા. જપ્ત કરેલી બંદૂકોની કિંમત 22 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે બંને કપલ્સે સ્વીકાર્યું છે કે તેમણે અગાઉ 12 લાખ રૂપિયાથી વધુની કિંમતની 25 બંદૂકોની દાણચોરી કરી હતી.

એરપોર્ટ પર ટ્રોલી બેગમાંથી મળ્યો હથિયારોનો જથ્થો 
કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, બેલિસ્ટિક્સ રિપોર્ટ પુષ્ટિ કરશે કે બંદૂકો અસલી છે કે નહીં. ન્યૂઝ એજન્સી દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવેલા અનેક ફોટામાં મોટી સંખ્યામાં બંદૂકો જોવા મળી રહી છે. ટ્રોલી બેગમાં બંદૂકો ભરેલી છે. મોટી સંખ્યામાં વિદેશથી લાવવામાં આવેલા હથિયારો ડરાવી દે તેવા છે. સાથે જ બંદૂક લાવનારા કપલની ઓળખ થઈ શકી નથી. અધિકારીઓને એ પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે વિયેતનામ છોડતી વખતે સુરક્ષા દરમિયાન આ દંપતી કેવી રીતે પકડાયું નહીં. તે કેવી રીતે બહાર નીકળવામાં સફળ રહ્યું. 

સુરક્ષા અધિકારીઓ ચકિત થયા?
સામે આવેલા ફોટામાં મોટી સંખ્યામાં બંદૂકો જોવા મળી રહી છે. પોલીસ હવે આ દંપતી ક્યાંનું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.  તેઓ વિયેટનામ એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓને કેવી રીતે ચકિત કરી શક્યા? બંદૂક અસલી છે કે નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. બંને પતિ-પત્નીની પૂછપરછ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ