બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An electric bike caught fire in Bharuch

સુરક્ષિત કેટલું ? / ઇ-વ્હીકલવાળા ચિંતામાં : ભરૂચમાં રોડ પર જ ભડભડ સળગી ઉઠી ઇલેક્ટ્રિક બાઇક, જાણો EV બેટરી શા માટે પકડે છે આગ?

Khyati

Last Updated: 04:30 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇલેક્ટ્રીક વ્હિકલમાં આગ લાગવાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો, પેટ્રોલ ડીઝલના ભાવથી પરેશાન જનતા પાસે ઇ-બાઇકનો વિકલ્પ પણ તેમાં પણ લાગી રહી છે આગ

  • ભરૂચમાં ઇ-બાઇકમાં લાગી આગ
  • ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
  • ઇ-વાહનચાલકો સુરક્ષિત કેટલા ?

મોંઘવારી વચ્ચે પ્રજાએ હવે કરવું શું ? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે.  લોકો હવે સીએનજી તરફ વળ્યા તો તેમાં પણ ભાવ વધી રહ્યા છે.  ત્યારે બીજો એક ઓપ્શન મળ્યો છે ઇલેક્ટ્રીક વ્હિકલનો .  ચાર્જિંગ કરીને ચાલતા આવા વાહનોમાં પેટ્રોલની કોઇ જ ઝંઝટ નહીં. એક વાર ચાર્જ કરો એટલે ગાડી ચાલી સમજો.  પણ હવે ઇ-વ્હિકલ પણ આગ પકડી રહ્યા છે જેને લઇને વાહનચાલકો વધુ એકવાર મૂંઝાયા છે. 

ઇ-વ્હિકલના વેચાણમાં વધારો

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે તેમના વિકલ્પરૂપે ઇ-બાઈક આવ્યા.જેનાથી પ્રદુષણ પણ ઓછું થાય છે.અને પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં ખર્ચ પણ ઓછો આવે છે.આથી તેના વેચાણમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં ઇલેક્ટ્રિક બાઈક વેચાય રહ્યા છે પરંતુ ઇલેક્ટ્રિક બાઈકમાં ઘણા સમયથી આગની ઘટના સામે આવી રહી છે જેના લીધે હવે આ ઇલેક્ટ્રિક બાઈક પર પણ સુરક્ષાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. 

ભરુચમાં ઇ-બાઇક ભડકે બળ્યું

છેલ્લા કેટલાક મહિનામાં એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગી હોય. ત્યારે ભરૂચમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ઇલેક્ટ્રીક બાઇકમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવાયો. ઉલ્લેખનીય છે કે એક તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી ત્રાહિમામ થયેલી જનતા ઇલેક્ટ્રીક વાહનો તરફ ઉમ્મીદની નજરે જોતા હતા...પરંતુ છાશવારે બનતી ઇલેક્ટ્રીક વાહનોમાં આગની ઘટનાથી જનતાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે...ત્યારે તંત્રએ પણ જો ઇલેક્ટ્રીક વાહનોનું ચલણ વધારવા માગતુ હોય તો તેમને પણ જનતાના સવાલોનું યોગ્ય નિરાકરણ લાવી આ ઇલેક્ટ્રીક વાહનોમાં વધુ સુરક્ષિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવા તરફ વિચારવુ જોઇએ.

EV બેટરી શા માટે આગ પકડે છે? 

  • લિથિયમ-આયન બેટરી મુખ્યત્વે બે અલગ-અલગ કારણોસર નિષ્ફળ જાય છે
  • બેટરીના ઉત્પાદનમાં કોઈ ખામી હોય તો તે નિષ્ફળ જાય છે
  • બેટરીની નિષ્ફળતા સામાન્ય રીતે સંખ્યાબંધ પરિબળોનું પરિણામ છે
  • બેટરી પર તણાવ આવવાથી તેમાં આગ લાગી શકે છે
  • બેટરીમાં વાઇબ્રેશન,ઇલેક્ટ્રિક શોર્ટ,મેન્યુફેક્ચરિંગ ખામીથી આગ લાગી શકે છે
  • વધુ પડતું સ્પંદન લિથિયમ-આયન બેટરીની હેન્ડલિંગ ક્ષમતાની બહાર હોવાથી તે પણ એક કારણ છે
  • લિથિયમ-આયન અને લિથિયમ-મેટલ કોષો નિષ્ફળતાની સ્થિતિમાં થર્મલ રન-વેમાંથી પસાર થાય છે
  • થર્મલ રન-વે જ્વલનશીલ ગેસના પ્રકાશન સાથે બેટરી સેલ તાપમાન અને દબાણમાં ઝડપથી વધારો કરે છે
  • બેટરીના ઊંચા તાપમાને આ જ્વલનશીલ વાયુઓના સંપર્કમાં આવવાથી આગ લાગે છે
  • બેટરીમાં એક જગ્યાએ મોટી માત્રામાં સૂક્ષ્મ ધાતુના કણો એકઠા થાય છે,ત્યારે તે ઇલેક્ટ્રિક શોર્ટનું કારણ બને છે
  • હકારાત્મક અને નકારાત્મક પ્લેટો વચ્ચે મોટા પ્રમાણમાં વિદ્યુત દોડના કારણથી આગ લાગે છે
  • બેટરી કેસની અંદરનું તાપમાન ઝડપથી 500 C સુધી પહોંચે તો કોષ વિસ્ફોટ થાય અને આગ લાગે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ