બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / અજબ ગજબ / an artist did during dancing in hanuman costume

OMG / VIDEO: ગણેશ ઉત્સવમાં હનુમાન બનીને ડાન્સ કરી રહેલા કલાકારનું અચાનક જ સ્ટેજ પર મૃત્યુ, લોકો સ્તબ્ધ રહી ગયા

Khevna

Last Updated: 11:05 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં એક કલાકાર ગણેશ પંડાલમા હનુમાન બનીને ડાન્સ કરી રહ્યો હતો એવામાં અચાનક તેનું મૃત્યુ થઈ ગયું.

  • ગણેશ પંડાલમા ડાન્સ કરતાં કરતાં કલાકારનું મૃત્યુ 
  • હનુમાનજીનાં કોશ્ચ્યુમમા ડાન્સ કરી રહ્યો હતો કલાકાર 
  • ઉત્તરપ્રદેશની ઘટના

ગણેશ પંડાલમા ડાન્સ કરતાં કરતાં કલાકારનું મૃત્યુ 

ગણેશ પંડાલમાં નાચતા નાચતા એક કલાકારનું મૃત્યુ થયું છે. ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. હનુમાનજીનાં કોશ્ચ્યુમ પહેરીને કલાકાર અચાનક સ્ટેજ પર પડી ગયો. લોકોને લાગ્યું કે તે અભિનય કરી રહ્યો છે. થોડા સમય બાદ જ્યારે તેના શરીરમા કોઈ હલચલ ન થઈ ત્યારે લોકોએ તેની પાસે જઈને જોયું. લોકો હડબડીમા કલાકારને લઈને હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યા. આ ઘટના ઉત્તર પ્રદેશનાં મૌનપુરીની છે. 

હનુમાનજીનાં કોશ્ચ્યુમમા ડાન્સ કરી રહ્યો હતો કલાકાર 

ગણેશ ઉત્સવને કારણે આખા દેશ સાથે અહીં પણ ગણેશની મૂર્તિઓ જગ્યાએ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી હતી. મૌનપુરી કોતવાલી ક્ષેત્રનાં બંશિગોરા સ્થિત શિવ મંદિરમા પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અને અહીં રોજ પૂજા - અર્ચના સાથે કાર્યક્રમ પણ થઈ રહ્યા હતા. 

શનિવારે સાંજે અહીં ભજન મંડળી બોલાવીને ભજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભજન મંડળી સાથે રવિ શર્મા નામનો કલાકાર પણ હતો, જે ભગવાન હનુમાનના કોશ્ચ્યુમમા ભજન પર ડાન્સ કરી રહ્યો હતો. 

ઉત્તરપ્રદેશની ઘટના

ડાન્સ કરતાં કરતાં કલાકાર રવિ શર્મા અચાનક મોં પર સ્ટેજ પર પડી ગયો. ભજનમા મગ્ન ભક્તોને પહેલાઆ લાગ્યું કે રવિ શર્મા અભિનય કરી રહ્યો છે. લોકો તાળીઓ વગાડતા રહ્યા અને કાર્યક્રમ પણ ચાલુ રહ્યો. ઠોંસા સમય બાદ લોકોએ તેને ઉઠાવવાની કોશિશ કરી, પણ તે ન ઉઠ્યો. અચેત અવસ્થામા રવિને મૌનપુરી જિલ્લા હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ