બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An army jawan from Sulipur village of Mehsana went missing after the accident

સર્ચ ઓપરેશન / અકસ્માત બાદ મહેસાણાનો સુલીપુર ગામનો આર્મી જવાન લાપતા, પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે ઉચાટ

Priyakant

Last Updated: 11:05 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગંગટોક જવા સમયે મગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલટી,  લાપતા આર્મી જવાનની 4 દિવસથી નદીમાં શોધખોળ, પરિવારજનો ચિંતિત બન્યા

  • સુલીપુર ગામના આર્મી જવાન લાપતા
  • અકસ્માત બાદ જવાન લાપતા
  • 1 એપ્રિલે થયો હતો અકસ્માત

મહેસાણાના સુલીપુર ગામના આર્મી જવાન અકસ્માત બાદ લાપતા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, 1 એપ્રિલે આર્મીની ટુકડી સિલીગુડીથી સિક્કિમના ગંગટોક જઇ રહી હતી. આ દરમિયાન ગંગટોક જવા સમયે મગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલટી હતી. નોંધનીય છે કે, આ અકસ્માત બાદથી આર્મી જવાન લાપતા છે. આ તરફ લાપતા આર્મી જવાનની 4 દિવસથી નદીમાં શોધખોળ ચાલી રહી છે . જોકે વતનમાં પણ આ આર્મી જવાન રાયસંગજી લાપતા હોવાને લઈ પરિવારજનો ચિંતિત બન્યા છે. 

મહેસાણાના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજી 1 એપ્રિલથી લાપતા છે. વિગતો મુજબ 2017માં આર્મીમાં પસંદગી પામેલા વડનગરના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજી 1 એપ્રિલે સિલીગુડીથી સિક્કીમના ગંગટોક જઈ રહ્યા હતા. આ દરમિયાન મંગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલટી ગઈ હતી. આ તરફ ટ્રક નદીમાં પલટી ગયા બાદ જવાન રાયસંગજી ઠાકોર લાપતા છે. નોંધનીય છે કે, છેલ્લા 4 દિવસ થી નદીમાં લાપતા આર્મી જવાનની શોધખોળ ચાલી રહી છે. વિગતો મુજબ આર્મી જવાનના પત્ની અને માતા-પિતા ખૂબ જ ગરીબ પરિવારના છે. આ ઘટનાની જાણ થતાં છેલ્લા 4 દિવસથી પરિવાર આર્મી જવાનની ભાળ મળવાની રાહ જોઈ રહ્યો છે. 

જાણો કોણ છે આર્મી જવાન રાયસંગજી ? 
વડનગર તાલુકામાં એક સુલીપુર ગામનાં 26 વર્ષીય રાયસંગજીએ અભ્યાસ પૂરો કર્યા બાદ સેનામાં ફોર્મ ભર્યું હતું. આ તરફ રાયસંગજીની 2017માં આર્મીમાં પસંદગી થઈ ગઈ હતી. વિગતો મુજબ રાયસંગજીનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું. જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેમનું સિક્કીમમાં પોસ્ટિંગ થયું હતું. જ્યાં યુનિટ-517, બટાલિયન ASCમાં તેઓ ફરજ બજાવતા હતા.

ઘરે આવવાના થોડા દિવસો જ હતા બાકી 
માહિતી મુજબ આ આર્મી જવાન રજાઓમાં પોતાના પરિવારને મળવા આવવાના હતા. 1 એપ્રિલના રોજ સવારના વાગ્યે આ જવાનની તેમની પત્નિ સાથે વાતચીત થાય છે. જે બાદમાં 9 વાગ્યા પછી ફોન નહીં લગતા પારીજનો ચિંતાતુર બન્યા હતા. આ તરફ સવારના 10.30 આસપાસ બંગાળના સિલ્લીગુડીથી સિક્કીમના ગંગટોક આર્મીની ટ્રક લઈ જવાન રાયસંગજી ઠાકોર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નદીમાં ખબકે છે. 

સાંજે 8 વાગ્યે ફોન આવ્યો અને પરિવાર..... 
તિસ્તા નદીમાં ટ્રક ખાબક્યા બાદ 1 એપ્રિલની સાંજે 8.30 વાગ્યે આર્મી ઓફિસરનો રાયસંગજીની પત્નીના નંબર પર ફોન આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમારા પતિની ગાડીનો અકસ્માત થઈ ગયો છે, હાલ તિસ્તા નદીમાં ડૂબી ગયેલા રાયસંગજી ઠાકોરની શોધખોળ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી તેમની શોધખોળ માટે તરવૈયાઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ રાયસંગજી ઠાકોરનો અત્તોપત્તો મળ્યો નથી.  


પરિવાર ખેતી કરી ચલાવે છે ગુજરાન 
વડનગર ખેરાલુ હાઈવે પર આવેલા ખેતરમાં જવાનના પિતા સવાજીભાઈ ખેતી કરી ગુજરાન ચલાવે છે. આર્મી જવાન રાયસંગજી સાથે બનેલી આ દુર્ઘટનાના સમાચાર આવતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગાઈ તેવો ઘાટ ઘડાયો છે. નાના મકાનમાં રહેતા આર્મીના જવાનના પરિવારજનો ત્રણ દિવસથી ભૂખ્યા રહીને દીકરાની આવવાની રાહ જોઇને બેઠેલા છે. આ અંગે જાણ થતાં પરિવારનાં સગાંસંબંધીઓ પણ પરિવારને મળવા અને આશ્વાસન આપવા માટે આવી રહ્યાં છે. 

2019માં જ થયા હતા લગ્ન, 8 મહિનાનું બાળક
વડનગર તાલુકામાં એક સુલીપુર ગામનાં 26 વર્ષીય આર્મીમેન રાયસંગજી ઠાકોરનાં લગ્ન ગોરીસણા ગામે રહેતા અનુપજીની દીકરી અસ્મિતા સાથે 23 મે 2019ના રોજ થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેઓ એક બાળના માતા-પિતા બન્યાં હતાં. આ બાળક 8 માસનું જ છે.

ક્વાર્ટરની માત્ર ચાવી લેવાની જ બાકી હતી 
આર્મીમેન રાયસંગજી ઠાકોરના પત્નિ અસ્મિતાબેને જણાવ્યું કે, છેલ્લે તેઓ 24 ડિસેમ્બરના રોજ ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેઓ 15 દિવસ રોકાયા હતા અને 9 જાન્યુઆરીએ પરત ગયા હતા. પરિવારમાં લગ્ન હોવાથી તેઓ 10 એપ્રિલે પાછા આવવાનું કહીને ગયા હતા. તેઓને ત્યાં ક્વાર્ટર મળતા મને પણ ત્યાં રહેવા લઇ જવાના હતા. આ ક્વાર્ટરની માત્ર ચાવી લેવાની જ બાકી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ