બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / An American company will open a petrol pump in space

અંતરિક્ષમાં 'ગેસ સ્ટેશન' / અમેરિકન કંપની નવો આવિષ્કાર રચવાની તૈયારીમાં: હવે અવકાશમાં જ ખુલશે 'ગેસ સ્ટેશન', સ્પેસમાં જ સેટેલાઇટ્સને કરાશે રિફ્યુલ

Kishor

Last Updated: 03:52 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન કંપની ઓર્બિટ ફેબ અંતરિક્ષમાં 'ગેસ સ્ટેશન' ખોલવા જઈ રહી છે. જેમાં વાહનોની માફક અવકાશમા તરતા ઉપગ્રહને રિફ્યુઅલ કરવાની  સુવિધા હશે.

  • અમેરિકન કંપની અંતરિક્ષમાં ખોલશે  'ગેસ સ્ટેશન'
  • જમીની પેટ્રોલ પંપથી અલગ હશે ઓર્બિટ ફેબ કંપનીનો પંપ
  • વાહનની માફક ઉપગ્રહોને રિફ્યુઅલ કરવાની હશે સુવિધા

અમેરિકન સ્ટાર્ટઅપ કંપની ઓર્બિટ ફેબ અંતરિક્ષમાં પેટ્રોલ પંપ ખોલવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પેટ્રોલ પંપને ગેસ સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારે અંતરિક્ષમાં નિર્માણ પામનાર પેટ્રોલ પંપ જમીન પર હોય તેવો પંપ નહિ હોય ! પરંતુ તે વિવિધતા સભર ખાસ પ્રકારનું ગેસ સ્ટેશન હશે. આ મામલે કંપનીના સીઈઓ ડેનિયલ ફેબરએ કહ્યું હતું ઉપગ્રહોને રિફ્યુઅલ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ટેન્કર ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં આવશે. જેનો સીધો ફાયદો એ થશે કે આગામી સમયમાં જ્યારે લાંબા અંતરની અવકાશ યાત્રા કરતા વાહનો અને ઉપગ્રહોનએ જ્યારે જરૂર જણાય ત્યારે રસ્તામાં ઈંધણ પુરી શકાશે.આમ તે ધરતી પરના પંપથી અલગ તરી આવશે.

નવા ગ્રહ મોકલવાનો ખર્ચ પણ બચી જશે
બીજી બાજુ વચ્ચે રસ્તામાં ચાર્જની સુવિધા મળતાઇંધણ સમાપ્ત થવાને કારણે ઉપગ્રહો કામ કરવાનું બંધ કરશે નહીં. બીજી બાજુ આ સુવિધાના અમલની સાથ જ અંતરિક્ષમાં વાહનોને  ચંદ્ર અથવા મંગળની મુસાફરી કરવી સામાન્ય બનશે. કારણ કે અંતરિક્ષમાં જ રિફ્યુઅલ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.ઓર્બિટ ફેબ કંપનીના આ રિફ્યુલિંગ તેનઝિંગ ટેન્કર-001 રાખવામાં આવ્યું છે.જેનો મોટો ફાયદો એ છે કે જે દેશોના ઉપગ્રહોનું ઇંધન પૂરું થયું છે જેમાં ફરી ઇંધણ ભરી તેને કાર્યશીલ કરી શકાશે. બીજી બાજુ નવા ગ્રહ મોકલવાનો ખર્ચ પણ બચી જશે. ઉપગ્રહોને રિફ્યુઅલ કરવાની સાથે તે પૃથ્વીની તસવીરો પણ લઇ શકશે.

હવામાનશાસ્ત્રની માહિતી અને ઉપગ્રહોને રિફ્યુઅલ કરવાનું મુખ્ય કાર્ય

માઇક્રોવેવ આકારના આ તેનઝિંગ ટેન્કર-001 હાલ પૃથ્વી અવલોકન, હવામાનશાસ્ત્રની માહિતી અને ઉપગ્રહોને રિફ્યુઅલ કરવાનું મુખ્ય કાર્ય કરશે.  સેટેલાઇટને રિફ્યુઅલ કરનાર દેશ કે કંપનીએ પૈસા ચૂકવવા પડશે.અગાઉ જ્યારે ઈંધણ ખતમ થઈ જાય છે ત્યારે ઉપગ્રહો નકામા થતા અને નવા ઉપગ્રહો મોકલવા પડતા હતા. ડેનિયલે કહ્યું કે હવે આ ખર્ચાળ પદ્ધતિનો અંત આવશે અને સેટેલાઇટને જ રિચાર્જ કરી શકાશે. પ્રોટોટાઇપ રિફ્યુઅલિંગ સ્ટેશનમાં સફળતા બાદ મોટું સેટેલાઇટ રિફ્યુઅલિંગ સ્ટેશન લોન્ચ કરીશું, જેમાં ઘણા ઉપગ્રહોને રિફ્યુઅલ કરવાની ક્ષમતા હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ