બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amul launches ginger and tulsi milk next in line honey ashwagandha milk

અમૂલ ડેરી / હલ્દી દૂધ બાદ અમૂલે આ 2 નવા રોગપ્રતિકારક ફ્લેવર દૂધ કર્યા લોન્ચ, 6 મહિના સુધી બગડશે નહીં

Hiren

Last Updated: 08:36 PM, 10 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વચ્ચે અમૂલે નવા 2 ફ્લેવર દૂધ લોન્ચ કર્યા છે. હલ્દી દૂધ બાદ અમૂલે તુલસી દૂધ અને જીંજર(આદુ)નું દૂધ લોન્ચ કર્યુ છે. 125 MLના દૂધનું રૂપિયા 25માં વેચાણ કરવામાં આવશે. આ દૂધની 6 માસ સુધીની લાઇફ લાઇન રહેશે. એટલે 6 મહિના સુધી બગડશે નહીં. ઉત્તર-પશ્ચિમ ભારતની પ્લાન્ટમાં આ પ્રોડક્ટ બની રહી છે. લોકો તેનો આયુર્વેદિક યુક્ત ઠંડા પીણાં તરીકે ઉપયોગ કરી શકશે. આ પહેલા અમૂલે હલ્દી દૂધ પણ લોન્ચ કર્યું હતું. અને હવે અમૂલ અશ્વગંધા-હની દૂધ પણ લોન્ચ કરશે.

  • અમૂલે નવા 2 તુલસી દૂધ અને જીંજર દૂધ લોન્ચ
  • છ માસ સુધી દૂધની રહેશે લાઇફ લાઇન
  • અશ્વગંધા-હની દૂધ પણ લોન્ચ કરશે અમૂલ

કોરોના સામે લડવા દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને(GCMMF- અમૂલ) રોગપ્રતિકારક શક્તિ વધારવા હલ્દી દૂધ લોન્ચ કર્યું હતું. ત્યારે વધુ બે રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દૂધ જીંજર અને તુલસી દૂધને લોન્ચ કરવામાં આવ્યા છે. આ બન્ને દૂધમાં વાસ્તવિકરીતે આદુ અને તુલસીનો સમન્વય કરવામાં આવ્યો છે. 

હળદરના દુધને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું કે, અમારા હળદરના દુધને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે જ અમે તુલસી અને આદુની ફ્લેવરમાં દૂધ રજુ કર્યું છે. આ ઉપરાંત અમે હની અને અશ્વગંધાના ટેસ્ટ સાથે સ્વાસ્થ્યવર્ધક વધુ પીણાં રજૂ કરવા સજજ છીએ. અમે મધ ઉત્પાદકો સાથે વાત કરી અને ખરીદી શરૂ કરી છે અને અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમ આના પર કામ કરી રહી છે અને તે ટૂંક સમયમાં જ બજારમાં આવશે.

આ દૂધ 6 મહિના સુધી બગડશે નહીં

આ બન્ને દૂધ રૂમ ટેમ્પરેચરે 6 માસની લાઈફ ધરાવે છે. રેડી ટુ ડ્રીંક પીણાંની કેટેગરીમાં ભારે સ્પર્ધા હોવા છતાં વિવિધ પ્રકારની ફ્લેવર, પેકેજીંગ, વિવિધ પેક સાઈઝ અને વિવિધ કિંમતે રજૂઆત કરીને અમૂલે તેની આગેવાની જાળવી રાખી છે. અમૂલના પ્રભાવક  પોર્ટફોલિયોમાં ફલેવર્ડ  મિલ્ક, કોલ્ડ કોફી, મિલ્કશેકસ, સ્મુધીઝ, એનર્જી મિલ્ક, તથા કઢાઈ દૂધ, ગોળ આધારિત જેગરી દૂધ, આયુર્વેદિક મેમરી મિલ્ક, માલ્ટ ડ્રીંક, ડેરી આધારિત મોકટેઈલ્સ ઉપરાંત છાશ, લસ્સી અને ફ્રૂટ ડ્રીંક વગેરે જેવાં પરંપરાગત પીણાંનો સમાવેશ થાય છે.

તુલસી દૂધઃ તુલસીને પવિત્ર ગણવામાં આવે છે અને તે સાચા અર્થમાં રોગનિવારક ગુણધર્મો ધરાવતી હોવાથી તેમાં એન્ટી માઈક્રોબીયલ અને એન્ટીએલર્જીક ગુણધર્મો છે. જેથી તે બેક્ટેરીયાને કારણે કે ફૂગને કારણે થયેલા ચેપનુ નિવારણ કરે છે. સાથોસાથે એલર્જી અને અસ્થમાના ઉપચારમાં પણ ખૂબ જ ઉપયોગી બને છે.

જીંજર એટલે કે આદુનું દૂધઃ આદુનો ઉપયોગ એટલો વ્યાપક છે કે તે ખુદ ઔષધીના ખજાના સમાન છે. એક આયુર્વેદિક સૂત્ર છે કે દરેક વ્યક્તિએ પાચન શક્તિ વધારવા બપોરના અથવા રાત્રી ભોજન પહેલાં તાજુ આદુ ખાવુ જોઈએ. આથી આવાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતાં અનોખાં અને તુરત જ ઉપયોગમાં લઈ શકાય તેવાં પીણાં હવે બજારમાં ઉપલબ્ધ છે. આ બંને દૂધ 125 MLના કેનમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત માત્ર 25 રૂપિયા રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ